Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પુત્ર પ્રેમિકા સાથે પલાયન થઈ જતાં નારાજ શખ્સો માતાને ઉઠાવી ગયા

- હિંમતનગરના પુરાલ ગામની ઘટના

- પુત્રીને પાછી મેળવવા નવ શખ્સોએ અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ

હિંમતનગર, અમદાવાદ, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુરાલ ગામની એક મહિલાના મકાન ઉપર ગઈકાલે બપોરના ધસી આવેલા નવ  જેટલા શખ્સોએ બળજબરીપૂર્વક તેને ઉઠાવી જવાની બનેલી ઘટનાએ ગામલોકોમાં ચકચાર મચાવી મૂકી હતી.
 
જો કે, આ પછી અપહરણકારોએ આ મહિલાને છોડી મૂકી હતી. ત્યારબાદ આ મહિલાએ ગાંભોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર કહેવાતા અપહરણની ઘટનાનો ભોગ બનેલ પુરાસ ગામની મહિલા તારાબેન ધુળાભાઈ રાવળની ફરિયાદના આધારે નેત્રામલી ગામના પીન્કુ તથા નવીન ઉપરાંત તેમના સાગરિતો સહિત નવ શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
 
ફરિયાદી તારાબેન રાવળે તેમની ફરિયાદમાં એવી રજૂઆત કરી છે કે, તેમના પુત્ર જીતેન્દ્ર ઉર્ફે જીતુને આરોપીઓના પરિવારની પુત્રી સાથે પ્રણય સંબંધ બંધાયો હતો જેના પરિણામે જીતુ તથા તેની પ્રેમિકા ઘર છોડીને નાસી છૂટયા હતા.
 
આથી આરોપીઓ નારાજ બન્યા હતા અને પરિવારની અપહૃત પુત્રીને પરત મેળવવાના ઇરાદે ગઈકાલે ગેરકાયદેસર મંડળી બનાવીને તારાબેનના ઘર ઉપર હુમલો કર્યો હતો અને બળજબરીપૂર્વક તારાબહેનને વાહનમાં ઉઠાવી ગયા હતા. ત્યારબાદ તેમને અજાણ્યા સ્થળે છોડી મૂક્યા હતા આમ તારાબેને ઘેર પાછા ફર્યા પછી ગાંભોઈ પોલીસ મથકમાં આરોપીઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.
 

Post Comments