Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડીસામાં ભાજપી કોર્પોરેટરે સગીરા સાથે દુષ્કર્મ આચરતાં ધરપકડ

- પોલીસે પોસ્કો કલમ હેઠળ ફરિયાદ નોંધી

- કોર્ટમાં નગર સેવકના રીમાન્ડ નામંજુર થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો

ડીસા, તા.18 જૂન, 2017, રવિવાર
 
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ભાજપના નગરસેવકે ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. જે અંગે દક્ષિણ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વાત કરીએ તો સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર પર એક મોટો બટ્ટો લાગ્યો છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના  ભાજપના સદસ્ય જીતુ રાણા સામે સગીર વયની કિશોરી સાથે બળાત્કાર કરવાના આક્ષેપો થયા છે. જીતુ રાણા સામે ડીસા શહેરના રેણુ નગર વિસ્તારની એક પંદર વર્ષીય સગીરાએ બળાત્કારના આરોપ લગાવ્યા છે આ સગીરાએ ભાજપના સદસ્ય સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં પીડિતાની માતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. સગીરાના જણાવ્યા અનુસાર ભાજપ સદસ્ય જીતુ રાણાએ તેને શુક્રવારે મોડી રાત્રે બળજબરીપૂર્વક ઘરમાંથી ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ આ બાબતની જાણ જો કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 
ત્યારબાદ દુષ્કર્મનો ભોગ બની ચુકેલી આ સગીરાએ સમગ્ર વાત તેના પરિવારજનોને કરતા સગીરાના પરિવારજનો અને સમાજના આગેવાનોએ સગીરાને લઈ ડીસા શહેર પોલીસ મથકે પહોંચી ગયા હતા અને ભાજપના પાલિકા કોર્પોરેટર સામે સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસે તાત્કાલિક કોર્પોરેટરની અટકાયત કરી આ ઘટના અંગે દક્ષિણ  પોલીસ મથકના પી.આઈ. આર. કે. સોલંકીએ બળાત્કાર અને પોસ્કોની કલમ લગાવી ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહ્યા છે. ડીસા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય સામે બળાત્કારના સંગીન ગુનાની ફરિયાદ નોંધાતા રાજકીય મામલો પણ ગરમાઈ ગયો છે. આ ઘટનાને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોના ધાડેધાડા ઉમટી પડયા હતા. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ આ સમગ્ર મામલે સી.આઈ.બી. તપાસની માગ કરી છે. જોકે દક્ષિણ પોલીસે ડીસાની પોસ્કો કોર્ટમાં આરોપીને રજુ કરી ત્રણ દિવસના રીમાન્ડ માગ્યા હતા. જોકે આરોપીના રીમાન્ડ નામંજુર કરી કોર્ટે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

Post Comments