Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માઉન્ટ આબુ માઇનસ ૪ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું : સર્વત્ર બરફની ચાદર પથરાઈ

- શીતલહેર સાથે માઇનસ તાપમાન થતા સહેલાણીઓ ઠુંઠવાયા : પોલો ગ્રાઉન્ડ, નખી તળાવમાં ઉભેલી બોટો અને  વાહનોમાં બરફ જામી ગયો 

અમીરગઢ, તા.ર જાન્યુઆરી 2018, મંગળવાર

ઉત્તર ભારતમાં ગાત્રો થિજવતી દેતી કાતિલ ઠંડી  પડી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ નવા વર્ષથી તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતને અડીને આવેલું રાજસ્થાનનું    હિલ સ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન માયનસ ૦.૪ ડિગ્રી થઇ જતા  સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતા. એટલું જ નહી આબુમાં સર્વત્ર બરફની ચાદર છવાઇ ગઇ હતી તેમજ પોલી ગ્રાઉન્ડ, નખી તળાવમાં લઉભેલી બોટ અને વાહનો પર પણ બરફના થર જામી ગયા હતા.

 રાજસ્થાનમાં આવેલા મુખ્ય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડતા સ્થાનિક રહીશો ઠંડીમાં ઠુંઠવાઈ ગયા છે. અને સવારના દશ વાગ્યા સુધી ઘરોમાં રહ્યા હતા. શિયાળુ સત્ર અતિ ઉચાઈ ધરાવનાર આ હિલ સ્ટેશનમાં શીત લહેર ચાલુ થતા જ દર વર્ષે શાળાઓમાં વેકેશન પડી જાય છે. ઉનાળામાં ઠંડીનો અહેસાસ કરાવી મજા આપનાર આ સ્થળ શિયાળામાં બરફના બેટમાં ફેરાઈ જાય છે.તીવ્ર ઠંડીના કારણે જન જીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે.

ગત ૩૧ ડીસેમ્બરના માઉન્ટ આબુનુ તાપમાન ૩ ડીગ્રી હતુ જે આજે માયનસમાં પરિવર્તીન થતા સહેલાણીઓ પણ ઠુઠવાયા હતા. જયારે રાત્રીની ચાલતી કાતીલ ઠંડી અને શીત લહેરના લોકો રજાઈઓ ઓઢી ઘરોમાં ગોધાયા હતા તેઓ જયારે સવારના ઉઠયા ત્યારે ઘરના આગળ ઉભેલા વાહનો અને ખુલ્લા પડેલા પાણીમાં બરફના પડો છવાઈ ગયા હતા. માઉન્ટઆબુનુ મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર એવા નખી તળાવમાં ઉભેલી બોટોમાં પણ બરફ છવાઈ ગયો હતો. જયારે પોલો ગ્રાઉન્ડની   ધરા  પર    ઘાસ બરફના પડોથી સફેદ બની ગઈ હતી. જે સવારમાં માયનસ ૦.૪ ડીગ્રી તાપમાન નોધાયુ હતું.જેના કારણે લોકોએ તાપણા કરીને ઠંડી સામે રક્ષણ મેળવ્યું હતું અને જનજીવનને પણ વ્યાપક અસર થઇ હતી.

Post Comments