Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તલોદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશના પતંગબાજો જોડાયા

- પ્રથમ વખત યોજાયેલા પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટયા

તલોદ, તા. ૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક તલોદ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડઝનબંધ દેશોના પતંગબાજોએ અવનવા પતંગો ઉડાડી હજારો પતંગ રસિક પ્રજાજનોને આનંદ- ઉત્સાહ પૂરો પાડયો હતો.

ગુજરાત પ્રવાસન નિગમ, સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને તલોદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તલોદ આર્ટસ- કોમર્સ કોલેજના મેદાનમાં સંપન્ન થયેલા પતંગ મહોત્સવનું ઉદ્ધાટન ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિપસિંહ રાઠોડે કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, ગુજરાત પ્રવાસન નિગમના અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભસિંહ સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તલોદ ખાતે આવો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રથમ વખત યોજાયો હોઈ પતંગ રસિયાઓ ઉમટી પડયા હતા. જો કે સાંજના ૫-૦૦ કલાક સુધી ચાલનારા મહોત્સવને કલાકો પહેલા આટોપી લેવાની તંત્રને ફરજ પડી હતી.

Post Comments