Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાંકરેજ અને થરાદ બેઠક ૪ હજારથી ઓછા મતે ભાજપે ગુમાવી હતી

- વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં

- ધાનેરા બેઠક કોંગ્રેસે અને દિયોદર બેઠક ભાજપે ૨૦ હજારથી વધુ કબ્જે કરી હતી

મહેસાણા,તા.૧૦ શુક્રવાર નવેમ્બર 2017

ગત વિધાનસભાની ચૂંંટણીમાં બનાસકાંઠા જિલ્લાની ૯માંથી ૫ બેઠક કોંગ્રેસે મેળવી હતી પરંતુ ડીસા બેઠકની પેટા ચુંટણીમાં જીત મળતા કોંગ્રેસે ૬ બેઠક કબજે કરી લીધી હતી. જેમાં થરાદ, પાલનપુર અને કાંકરેજ બેઠક ઉપર ૫ હજારથી પણ ઓછા મતે હાર-જીત થઈ હતી. કાંકરેજ બેઠક ૬૦૦ મતથી જ્યારે થરાદ બેઠક સરેરાશ ૩૫૦૦ મતથી ભાજપે ગુમાવી હતી. વિવિધ પરિબળો જોતા આ વખતે પણ ૯ બેઠક ઉપર કાંટે કી ટક્કરના એંધાણ છે.

વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસે મેદાન માર્યું હતું. ભાજપે વાવ, ડીસા અને દિયોદર બેઠક ઉપર કોંગ્રેસને ૧૧ હજારથી વધુ મતે હાર આપી હતી. જ્યારે કોંગ્રેસે પણ ધાનેરા, દાંતા અને વડગામ બેઠક ઉપર ૨૦ હજાર મતોની સરસાઈથી ભાજપને ધોબીપછાડ આપી હતી. કાંકરેજ બેઠક ભાજપે માત્ર ૬૦૦ વોટથી જ્યારે થરાદ બેઠક ૩૪૭૩ વોટથી ગુમાવી હતી તો વળી પાલનપુર બેઠક ૫૨૮૪ મતથી કોંગ્રેસે કબજે કરતા ભાજપને આંચકો લાગ્યો હતો.

 સુત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસનો ગઢ કહી શકાય પરંતુ ૯ બેઠક ઉપર વાતાવરણની જેમ પલટો આવી જતા દરેક ચુંટણીમાં મોટો ઉલટફેર થઈ જાય છે. ગત લોકસભા ચુંટણીમાં જીત મેળવતા ભાજપને કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાની આશા છે. તો આ તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ આવતા હોવાથી કોંગી અગ્રણીઓ મોટાભાગની બેઠકો કબજે કરવાનો દાવો કરી રહ્યા છે.   બનાસકાંઠા જિલ્લામાંથી કોંગ્રેસને ૬ બેઠકો મળી હોવાછતાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં કોંગ્રેસી ધારાસભ્યો નબળા પુરવાર થયાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ અતિવૃષ્ટિમાં નજીવી સહાયનો મુદ્દો મળતા કોંગી અગ્રણીઓ ઘેલમાં આવી ગયા છે.

વર્ષ ૨૦૧૨નું ચૂંટણી ચિત્ર

બેઠક

પક્ષ

ઉમેદવાર

  મત

વાવ

ભાજપ

શંકર ચૌધરી

૭૨૬૪૦

-

કોંગ્રેસ

ગેનીબેન ઠાકોર

૬૦૭૨૯

થરાદ

ભાજપ

પરબત પટેલ

૬૮૫૧૭

-

કોંગ્રેસ

માવજી પટેલ

૬૫૦૪૪

ધાનેરા

ભાજપ

વસંત પુરોહિત

૫૭૧૬૯

-

કોંગ્રેસ

જોઈતા પટેલ

૮૭૪૬૦

દાંતા

ભાજપ

ગામાભાઈ ખરાડી

૪૬૭૬૧

-

કોંગ્રેસ

કાંતિભાઈ ખરાડી

૭૩૭૫૧

વડગામ

ભાજપ

ફકીરભાઈ વાઘેલા

૬૮૫૩૬

-

કોંગ્રેસ

મણીભાઈ વાઘેલા

૯૦૩૭૫

પાલનપુર

ભાજપ

ગોવિંદ પ્રજાપતિ

૬૯૮૧૩

-

કોંગ્રેસ

મહેશ પટેલ

૭૫૦૯૭

ડીસા

ભાજપ

લીલાધર વાઘેલા

૬૬૨૯૪

-

કોંગ્રેસ

રાજેન્દ્ર જોષી

૪૮૫૮૮

દિયોદર

ભાજપ

કેશાજી ચૌહાણ

૭૬૨૬૫

-

કોંગ્રેસ

ગોવા રબારી

૫૫૪૫૬

કાંકરેજ

ભાજપ

કીર્તિસિંહ વાઘેલા

૭૩૩૦૦

-

કોંગ્રેસ

ધારશી ખાનપુરા

૭૩૯૦૦

 

Post Comments