Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડીસા, થરાદ, ઇકબાલગઢમાં આઇટીના દરોડા

- ડિસાની સુન્ધા જવેલર્સે, થરાદના બે જવેલર્સો, ઇકબાલગઢના લક્ષ્મી જવેલર્સમાં આઇટીની ટીમો ત્રાટકતા વેપારીઓમાં ફફડાટ

ડીસા, તા. ૮ માર્ચ 2018, ગુરુવાર

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં માર્ચે એન્ડિગનો સમયગાળો હોવાથી વેપારીઓ પેઢાના આવક જાવકના હિસાબો સાથે રીટર્ન ફાઇલ કરવા દોડધામ કરી રહ્યા છે ત્યારે ઇન્કમ ટેકસ વિભાગ દ્વારા  જિલ્લામાં થરાદ, ડીસા અને ઈકબાલગઢ ખાત  જવેલર્સોને ત્યાં દરોડાની કાર્યવાહી  ચાલી રહી છે. જેનાથી વેપારી પેઢીઓના શટરો બંધ થઈ  ગયા હતા જોકે તપાસ બાદ કરચોરીનો આંકડો બહાર આવશે.

બનાસકાંઠાના થરાદ ખાતે અમદાવાદ તેમજ પાલનપુર આઈ.ટી. વિભાગના અધિકારીઓ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને અનેક દુકાનોને આઈ.ટી. વિભાગે તપાસ હાથ ધરી છે. જ્યારે થરાદ બાદ ડીસામાં પણ સુન્ધા જ્વેલર્સ ખાતે આઈ.ટી. વિભાગના અધિકારીઓએ દરોડો પાડયો હતો તથા બોર્ડર વિસ્તારના ઈકબાલગઢ ગામના લક્ષ્મી શો રૃમ ખાતે પણ આઈ.ટી. વિભાગની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.  

થરાદ ખાતે આવેલી સોના-ચાંદીની બજારમાં બપોરે આઈ.ટી. વિભાગની ટીમો દ્વારા ઓચિંતા દરોડા પાડવામાં આવતા સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.શહેરની મુખ્ય બજારમાં આવેલ જ્વેલર્સ બજારમાં બે દુકાનો પર આઈ.ટી. વિભાગની ટીમો ત્રાટકતા બંનેદુકાનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના સમાચાર થરાદની બજારોમાં ફેલાઈ જતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને સોની બજારમાં મોટા ભાગની દુકાનો ફટોફટ બંધ થઈ જતા સોની બજારમાં સોપો પડી ગયો હતો.

આમ ડીસા, થરાદ અને ઈકબાલગઢમાં આઈ.ટી. વિભાગના દરોડા કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જોકે આઈ.ટી.ની ટીમ દ્વારા આ તમામ સ્થળોએ અત્યંત ગોપનીય રીતે તપાસ હાથ ધરાઈ છે.  
માર્ચ અન્ડિંગ વેળાએ દરોડાથી દોડધામ
આયકર વિભાગ દ્વારા ડિસા, થરાદ ઇકબાલગઢની વેપારી પેઢી અને જવેલર્સોમાં એકાએક દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જોકે માર્ચ એન્ડિગનો સમયગાળો નજીક હોઇ અને વેપારીઓ અને જવેલર્સોઆવક જાવકના હિસાબો સાથે રીટર્ન ફાઇલ કરવા મથામણ કરી રહ્યા છે તેવા સમયગાળામાં દરોડા પાડતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.

Post Comments