Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બનાસકાંઠાના ડીસાથી બીજા દિવસની ગૌરવ યાત્રાનો પ્રારંભ : સભામાં કોંગ્રેસ પર પ્રહાર

- રાજસ્થાનના મુખ્યમંત્રી વસુધરા રાજે, ઉ.પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ સભાઓ સંબોધી

ડીસા, તા.૧ર ઓક્ટોબર ગુરુવાર 2017

બનાસકાંઠામાં પ્રથમ દિવસે વડગામ, પાલનપુર, ધાનેરા અને ડીસામાં ગૌરવ યાત્રા પૂર્ણ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ બીજા દિવસે ગૌરવયાત્રાનો ડીસાથી પ્રારંભ કર્યો હતો. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરારાજે અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી પણ જોડાયા હતા. જેઓએ દિયોદર તેમજ થરાદ ખાતે સભાઓને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપ ગૌરવ યાત્રાના બીજા દિવસે ડીસામાં જ રાત્રી રોકાણ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી અને ડીસાથી પોતાની યાત્રાનો પુન: પ્રારંભ કર્યો હતો. જેમાં  સાધ્વી ઉમા ભારતી પણ આ યાત્રામાં જોડાયા હતા. જયારે રાજસ્થાનથી ખાસ હેલીકોપ્ટરમાં આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ડીસાથી મુખ્યમંત્રીની ગૌરવયાત્રામાં જોડાયા હતા.

જેમાં ભાજપ નેતા ઉમા ભારતીએ ચોકાવનારુ નિવેદન આપ્યુ હતુ. સાધ્વી ઉમા ભારતીએ જણાવ્યુ હતુ કે ગાંધીજીની હત્યાનો મોટો રાજકીય ફાયદો  કોંગ્રેસ ે ઉઠાવ્યો છે. તેમને રાષ્ટીય  સ્વયમ   સેવક  સંઘની સેવાભાવી મહિલાઓ માટે કરાયેલા રાહુલગાંધીના તાજેતરમાં આપેલા નિવેદન પર આક્રોશ  વ્યકત કર્યો હતો. સાધ્વજીએ કહ્યુ હતુ કે ભારતમાં સાધુ સંતોનુ દેશના ઘડતરમાં મહત્વનુ યોગદાન હોય છે જે લોકો સાધુ અને ભગવંતના શરણમાં જાય છે તેમનુ સર્વદા કલ્યાણ છે તેમાં આવનારી ચુંટણીઓમાં ભાજપ ૧પ૦ થી પણ વધુ સીટો સાથે વિજેતા બનશે તેઓ આશાવાદ પણ સેવ્યો હતો.

 જયારે દિયોદર ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ કોંગ્રેસની જાટકણી કાઢી હતી. વસુધરા રાજે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ઔતિહાસિક વિકાસ થયો છે તેમજ રાજસ્થાન સુધી ગુજરાત દ્વારા પાણી પહોચાડવામાં આવ્યુ છે. કોગ્રેસ મતના  વોટબેંકમાં માને છે જયારે ભાજપ  વિકાસમાં   માને છેે.

આજે બીજા દિવસે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ ગુજરાતમાં વિકાસનો ગૌરવ વર્ણાવ્યુ હતુ અને કોંગ્રેસની નીતિઓની ભારે ટીકા કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સાથે આજે બીજા દિવસની યાત્રામાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી સહિતના નેતાઓ જોડાયા હતા.

થરાદમાં ગૌરવ યાત્રા ચાર કલાક મોડી પહોંચતા જનમેદની ટકાવી રાખવા પ્રવચનો કરાયા

થરાદ, તા.૧ર
૧ ઓકટો.થી ગુજરાતના સરદાર પટેલની જન્મ ભૂમિથી ગોરવયાત્રા નીકળી હતી. જે બનાસકાંઠામાં પ્રવેશવામાં આવી હતી. જેના ભાગરૃપે ગુરૃવારે સવારે ડીસાથી નીકળેલ યાત્રા થરાદ ખાતે એક વાગે આવવાની હતી જેને લઈ થરાદ તાલુકાની જનતા બપોરે ૧ર વાગ્યાથી સભા સ્થળે આવવા લાગી હતી. પરંતુ યાત્રા ચાર કલાક મોડી પડી હતી. સભામાં આવેલ વિશાળ જનમેદનીને ટકાવી રાખવા માટે જિલ્લા હોદ્દેદારો દ્વારાપ્રવચનો શરુ કરાયા હતા. યાત્રા આવી પહોંચતાં  મુખ્યમંત્રી વસુધરા રાજે સિધ્યા આવ્યા હતા અને તેમણે સભામાં જણાવેલ કે મે એક પાડોશી રાજયના નાતે અહી આપના દર્શન કરવા આવી છુુ. ત્યારબાદ સભામાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ ગુજરાતના વિકાસમાં નરેન્દ્રભાઈનો જે ફાળો રહ્યો છે તેને મજબુત કરવા માટે ફરી એક પાંચમી વખત ભાજપની સરકાર બને તેવી અપીલ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી કોંગ્રેસના આગેવાનોને આડે હાથે લેતા જણાવેલ કે વિકાસ ગાંડો નથી થયો પણ યુવાન થયો છે.  

ભાભરમાં ગૌરવ યાત્રા આગમન પૂર્વે કોંગી કાર્યકરોને નજર કેદ કરાયા
ભાભર, તા.૧ર
ભાભરમાં ગુરુવારના દિવસે ગૌરવયાત્રાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી આવવાના હતા. ભાજપ દ્વારા તેના ભવ્ય સ્વાગત માટે ઠેર ઠેર ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા હતા. બપોરે કોંગ્રેસ અગ્રણી ગેનીબેન ઠાકોર, ડૉ. ગણેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કોંગ્રેસ કાર્યકરોએ આજે મામલતદાર કચેરીએ ખેડૂતોને અતિવૃષ્ટિ સહાય માટે આવેદનપત્ર આપવા એકઠા થઇ હાઈવે પર આવતા હતા  તે સમયે હાઈવે ઉપર લગાવેલ ભાજપના ઝંડા કેટલાક કોંગી કાર્યકરોએ ઉતારી તોડફોડ કરવા અને ગૌરવ યાત્રાને કૌરવયાત્રા કહીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેના કારણે વાતાવરણ ગરમાયુ હતુ. પોલીસ દોડી આવી હતી અને મામલો શાંત પાડયો હતો. અને કોંગ્રેસ કાર્યકરોને નજર કેદ કર્યા હતા તેમજ કોંગ્રેસ અગ્રણી ગેનીબેન ઠાકોરના ઘરે પોલીસ ગોઠવી દીધી હતી.

Post Comments