Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઊંઝા વિધાનસભા સીટના ઉમેદવારની પસંદગી મામલે ભાજપમાં ઉકળતો ચરૃ

- જો સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ ન ફાળવાય તો

- ધારાસભ્ય  સહિત ર૦  જેટલા  આગેવાનોએ રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષને  લેખીત રજુઆત કરી સ્થાનિક કાર્યકરની પસંદગી કરવા માંગ

મહેસાણા, તા.૧૦ શુક્રવાર નવેમ્બર 2017

ઊંઝા વિધાનસભા મત વિસ્તારમાં હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર ન કરાતા તેમજ આ વિસ્તારના સ્થાનિક નવા સક્રિય કાર્યકરને ટીકીટ આપવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ધારાસભ્ય સહિત અન્ય ર૦ જેટલા કાર્યકર્તાઓ દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે.

ઊંઝા ભાજપમાં ઉમેદવારની પસંદગી માટે કેટલાક સમયથી ઉકળતા ચરૃ જેવો માહોલ છે. જેમાં ભાજપે ૭પ વર્ષથી વધુ વયના ઉમેદવારને ટીકીટ નહી આપવાના વલણને કારણે વર્તમાન ધારાસભ્ય નારાયણભાઈ પટેલની ટીકીટ કપાઈ રહી છે જેથી ધારાસભ્ય સહિત પૂર્વ જિ.પંચાયત પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અન્ય ર૦ જેટલા ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને ઊંઝા વિધાનસભાની સીટ માટે ઉમેદવારની પસંદગી પક્ષના જવાબદાર નિષ્ઠાવાન, શિક્ષિત અને લોકોની વચ્ચે રહેનાર સ્થાનિક કાર્યકર્તાની પસંદગી થાય તેવી માંગ કરી છે.

આ લેખીત રજુઆતના પગલે એવી ચર્ચાઓ થઈ રહી છે કે વર્તમાન ધારાસભ્યને બદલવાના થાય તો પણ પક્ષ કયા ઉમેદવારને પસંદ કરે છે તેની ઉપર મીટ મંડાઈ છે. જેમાં ઊંઝા વિધાનસભાની સીટ માટે સુરત કલેકટર મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સુઢીયા એ.પીએમ.સી. ચેરમેન ગૌરાગ પટેલ તેમજ વેપારી કીર્તીભાઈ પટેલ ઉનાવાવાળા પ્રબળ   દાવેદારો છે. હાલમાં ભાજપ પાર્લામેન્ટરી બોડી હવે ઉમેદવારની પસંદગી માટે છેલ્લા સ્ટેજ ઉપર કાર્યકરી રહી હોવાથી આ તમામ ઉમેદવારો એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. ગણતરીના દિવસોમાં જ ઉમેદવાર જાહેર થવાની સંભાવના તેજ બની છે.

Post Comments