Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલા દિને જિલ્લામાં ૧૪ નન્હી પરીઓનું અવતરણ વધાવાયું

- આતંર રાષ્ટ્રીય મહિલા દિનના ૧૦૦મા વર્ષની ઉજવણી

- મોડાસાના વીએચપી ગ્રાઉન્ડમાં વિશાળ મહિલા સશક્તિકરણ મેળો યોજાયો

મોડાસા,તા.૦૮ માર્ચ 2018, ગુરુવાર

મહિલા દિનની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજવાનું આયોજન અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું હતું.જયારે આ ૧૦૦ મા વર્ષની શતાબ્દિ ઉજવણી એ જિલ્લામાં જન્મ ધારણ કરનાર ૧૪ દિકરીઓને રાજય સરકારની યોજનના હેઠળ મમતા કીટ,મીઠ્ઠાઈનો ડબ્બો, અને ૫ ગ્રામ ંચાદીનો સિક્કો આપી ગુલાબના ફુલો થી પરીઓના અવતરણ અને વધાવી લેવાયું હતું.

મહિલા દિને જ જિલ્લાના મોડાસા ખાતે-૬,બાયડ ખાતે-૫,ભિલોડા ખાતે-૨ અને માલપુર ખાતે-૧ એમ મળી છેલ્લા ૨૪ કલાક માં ૧૪ નન્હી પરીનું અવતરણ થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા આવી નન્હી પરી ઓ ને વધાવી લેવાઈ હતી.મોડાસા ખાતેની સાર્વજનિક હોસ્પીટલ ખાતે  મહિલા દિનની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રાજયના કૃષિ-પશુપાલન મંત્રી રણછોડભાઈ ફળદ્રુ એ નન્હી પરી અવતરણ યોજના ખુલ્લી મૂકી એ પ્રસંગે જિલ્લા કલેકટર,ડીડીઓ,જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. મોડાસાના વિશ્વ હિન્દુ પરીષદ ગ્રાઉન્ડ ખાતે ડિવાઈન ડ્રીમ વુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ મેળો યોજાયો હતો.આ મેળામાં મહિીલાઓ દ્વારા ૧૫થી વધુ સ્ટોલ ઉભા કરાયા હતા.

Post Comments