Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાબરડેરીની ચૂંટણી પ્રક્રિયા પર હાઈકોર્ટનો સ્ટે

- ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થઇ ગયું હતું

- તા.૧૩ માર્ચ સુધી યથા સ્થિતિ જાળવી રાખવા આદેશ : ૬૩ ઉમેદવારી પત્રો ભરાયા : જિલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો

હિંમતનગર,૮ માર્ચ 2018, ગુરુવાર

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સહકારી ક્ષેત્રે અગ્રણી ગણાતી સાબરડેરીના ૧૬ ડિરેક્ટરો માટેની ચૂંટણી અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી પત્રો ભરવાની મુદત શુક્રવાર તા.૯-૩-૨૦૧૮ ના રોજ પૂર્ણ થવાની છે ત્યારે ગુરૃવારે હાઈકોર્ટે ચૂંટણી પ્રક્રિયા પર મનાઈ હુકમ આપીને યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ કરતા જિલ્લાના સહકારી રાજકારણમાં ફરી પાછા અનેક તર્ક વિતર્ક શરૃ થયા છે જોકે તા.૧૩ માર્ચે આ કેસની વધુ સુનાવણી થશે.

આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરડેરીના નિયામક મંડળના ડિરેક્ટરોની મુદત ઘણા સમય અગાઉ પૂર્ણ થઈ ગઈ હોવા છતા ચૂંટણી ન થતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીના ચેરમેને હાઈકોર્ટેમાં રીટ કરી હતી જેના ભાગરૃપે હાઈકોર્ટ ધ્વારા સાબરડેરીમાં વહીવટદારની નિમણુંક કરવામાં આવી હતી ત્યારબાદ નિયામક મંડળની ચૂંટણી કરવા માટે ગત તા.૧૫ ફેબુ્રઆરીના રોજ ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાનમાં તા.૧ માર્ચથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૃ કરાયુ હતુ ઉમેદવારી પત્રો ભરવાની આખરી મુદત તા.૯ માર્ચ નક્કી કરવામાં આવી હતી

તો બીજી તરફ હાઈકોર્ટમાં કરાયેલી રીટનો નિકાલ ન થતા અરજદારે બુધવાર તા.૭ માર્ચના રોજ પોતાના વકીલ મારફતે દલીલ કરાવીને સત્વરે નિર્ણય આપવા અરજ કરી હતી. પરંતુ તે અંગેની સુનાવણી બુધવારને બદલે ગુરૃવારે હાથ ધરાઈ હતી જેમાં હાઈકોર્ટના ન્યાયાધિશે અરજદારની દલીલોને ગ્રાહ્ય રાખી સાબરડેરીની ચૂંટણીની પ્રક્રિયા પર મનાઈ હુકમ આપી તા.૧૩ માર્ચ સુધી યથા સ્થિતિ જાળવી રાખવા આદેશ કરતાની સાથે જ જિલ્લાના સહકારી રાજકારણમાં અનેક તર્કવિતર્ક શરૃ થઈ ગયા છે.

 બીજી તરફ આ ચૂંટણીમાં ગુરૃવાર સુધી ૬૩ ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે ત્યારે સાબરડેરીની ચૂંટણીમાં જો અને તો ના સમીકરણ અંગે સહકારી માધાંતાઓ પોતાની સુઝબુઝથી અર્થઘટન કરી રહ્યા છે સાબરડેરીની ચૂંટણીમાં આવી રહેલી કાયદાકીય ગૂંચ અંગે સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક એસોસીએશનના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ગાંધીજીએ સુચવેલા સહકારના સિધ્ધાંતો અને લોકશાહીના મૂલ્યો સચવાઈ રહે તે રીતે જિલ્લાની સહકારી સંસ્થાની ચૂંટણી થશે તો તેનો સીધો ફાયદો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને થશે.

Post Comments