Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોડાસાના ખંભીસરના ૭૦ ખેડૂતો સાથે છેતરપિંડી કરાતાં તપાસનો ધમધમાટ

- સેવા સહકારી મંડળીમાં નાણાંકીય ગેરરીતીઓ આચરાઈ

મોડાસા,તા.૦૩ જાન્યુઆરી 2018 બુધવાર

ધરતી માંથી અનાજ પકવતા ખેડૂતોને નડતી આર્થિક વીંડબણા હલ કરવા રાજય સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે.પરંતુ આવી યોજનાઓ ની અમલવારી કરાવતી સેવા સહકારી સંસ્થાઓના  હોદ્દેદારો કે કર્મચારીઓ દ્વારા આચરાતી છેતરપીંડી નો ભોગ ખેડૂતો અવાર નવાર બને છે.ખેડૂતોના નામે ખેડૂતોની જ જાણ બહાર લાખ્ખો રૃપિયાનું કૌભાંડ મોડાસા તાલુકાના ખંભીસર ગામે પ્રકાશમાં આવ્યું હતું અને ૭૦ ખેડૂતોના નામે લાખ્ખો રૃપિયા ચાઉં કરી જવાના કૌભાંડની તપાસ હાથ ધરાતાં જ સહકારી ક્ષેત્રે ખળભળાટ મચ્યો હતો.

સેવા મંડળીના સેક્રેટરીએ ખેડૂતો પાસેથી મેળવેલા કોરા ચેક દ્વારા કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો કરાયા
ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાની કેસીસી ડીએમઆર યોજના હેઠળ ખેડૂતોની માલીકીની જમીનના પ્રમાણમાં બેંક દ્વારા ધીરાણ શાખ અપાતી હોય છે.મોડાસા તાલુકાના ખંભીસર ગામના ૭૦ જેટલા ખેડૂતોના મેઢાસણ ખાતેની સાબરકાંઠા બ્રાન્ચમાં ધીરાણ ખાતા આવેલા છે.ખેડૂતોને જરૃર જણાય ત્યારે તેટલી જ રકમ મેળવવાની ગેરંટી આપતી આ યોજનામાં જોડાયેલા ૭૦ ખેડૂતોના ધીરાણ ખાતામાંથી લાખ્ખો રૃપિયા ખેડૂતોની જાણ બહાર ઉપડી ગયા હોવાનું કૌભાંડ બહાર આવતાં જ ચકચાર મચી હતી.અને આ પ્રકરણે શંકાના દાયરામાં આવતાં ખંભીસર સેવા મંડળીના સેક્રેટરી અને સા.કાં.બેંક મેઢાસણ શાખાના મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ ઉઠી હતી. જિલ્લાના સહકાર ક્ષેત્રે ખળભળાટ મચાવનાર આ પ્રકરણે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા તપાસનો ધમધમાટ આરંભાયો હતો.અને બુધવારના રોજ સેવા મંડળીમાં આવેલી અધિકારીઓની ટીમે ૪૦થી વધુ ખેડૂતોના નીવેદનો મેળવ્યા હતા.આ ચકચારી પ્રકણર માં જે ખેડૂતોએ ધીરાણ નથી મેળવ્યા તેવા ઓના ખાતામાંથી પણ તેમની ઉપસ્થિતિ વગર નાણાં ઉપાડી જતાં બેંક શાખાની કામગીરી સામે પ્રશ્નો ઉઠયા હતા.અને સઘન તપાસ હાથ ધરી કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અસરગ્રસ્ત ખેડૂતો પરીવારોએ માંગ ઉઠાવી હતી.

નાણાં ઉપડી ગયાના મેસેજથી કૌંભાડનો પર્દાફાશ
ખંભીસર ના ૭૦ જેટલા ખેડૂતો મેઢસાણ ગામની સાબરકાંઠા બેંકમાં ધિરાણ ખાતા ધરાવે છે.પરંતુ જયારે આ ખેડૂતોના ધીરાણ ખાતામાંથી નાણાં ઉપડી ગયા હોવાના મેસેજ ખેડૂતોને મળતાં ખેડૂતો અંચબામાં મૂકયા હતા.બેંકમાં ગયા નથી, નાણાં ઉપાડયા નથી તો આવો મેસેજ કેમ ? અંતે સેવા મંડળીના સેક્રેટરીને અપાયેલા કોર ચેકથી મસમોટું કૌભાંડ આચરાયું હોવાની આશંકાઓ વચ્ચે તપાસ આરંભાઈ હતી.
સાબરકાંઠા બેંક(હિંમતનગર)ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ૪૦થી વધુ ખેડૂતોના નિવેદનો લેવાયા

Post Comments