Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૃ.૨૬ કરોડના ખર્ચે બનાવેલા જિલ્લા પંચાયત ભવનનું આજે લોકાર્પણ કરાશે

- જિલ્લા પંચાયત હસ્તકની તમામ કચેરીઓની સેવા હવે એક જ સ્થળેથી મળી રહેશે

મોડાસા,તા.૦૮ માર્ચ 2018, ગુરુવાર

અરવલ્લી જિલ્લાની સ્થાપનના ૧૩/૮/૨૦૧૩ ના રોજ કરાઈ હતી.જિલ્લાની સ્થાપના બાદ છ માસ પછી જિલ્લા પંચાયતનું વિભાજન કરાતાં અરવલ્લી જિલ્લા પંચાયતની રચના કરાઈ હતી.

પંચાયતી રાજના મહત્વના પરિબળ તરીકેની જિલ્લા પંચાયત હસ્તક પશુપાલન, ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ અને માર્ગ-મકાન વિભાગ જેવી સેવા સોંપાઈ હોય આવી તમામ કચેરીઓનો વહીવટ એક જ સ્થળે થી થઈ શકે તેવા હેતુથી મોડાસા ખાતે  રૃ.૨૬ કરોડના ખર્ચે સાકાર થયેલ ચાર માળના અદ્યતન પંચાયત ભવનનું લોકાર્પણ કરાશે.

મોડાસાના ગણેશપુર(બાજકોટ) વિસ્તારમાં આવેલ જિલ્લા સેવા સદનના વિશાળ સંકુલમાં જ રૃપિયા ૨૬ કરોડના ખર્ચે બે વર્ષમાં તૈયાર કરાયેલ અરવલ્લી જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ રાજયના કૃષિ,પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્વથસિંહ પરમાર ના હસ્તે કરવમાં આવનાર છે. જિલ્લા પંચાયત અરવલ્લીના પ્રમુખ રાજેન્દ્ર પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણના માર્ગદર્શન અને રાહબરી હેઠળ યોજાનાર લોકાર્પણ કાર્યક્રમમાં રાજયના વન અને આદિજાતી વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરસહિત ઉપસ્થિત રહશે. અરવલ્લી જિલ્લા પંચાયતના આ ચાર માળીય ભવનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, પશુપાલન, આયુર્વેદ, સમાજ કલ્યાણ, સહકાર, આઈસીડીએસ વિભાગ ની કચેરીઓ,હોદ્દેદારોની ચેમ્બરો અને અધિકારીઓની ચેમ્બરો બનાવવામાં આવી છે.

Post Comments