Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધનસુરા તાલુકાની ૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ

- ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોમાં થનગનાટ દાવેદારો અને ટેકેદારો લોકસંપર્કમાં જોડાયા

ધનસુરા,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

અરવલ્લી જિલ્લામાં ૬૮ ગ્રામ પંચાયતોમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધિ સાથે ધનસુરા તાલુકાની ૯ ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી પ્રક્રિયા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ધનસુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં તાલુકાની ૯ ગ્રામ પંચાયતો ની ચુંટણી જાહેર થતાં જ સરપંચ તથા વોર્ડના સભ્ય માટેની ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.જેની સાથે રાજકીય ગરમાવો જોવા મળી રહયો છે.ચુંટણી આયોગે ચૂંટણી જાહેર કરી છે.તેમાં ધનસુરા તાલુકાની રહીયોલ, જામઠા, ભેંસાવાડા, વડાગામ, બીલવાણિયા, જશવંતપુરા, કરોલી,ખડોલ અને મલેકપુર આમ નવ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે તંત્ર દ્વારા પૂરજોશમાં કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.અને ચુંટણી ની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી બાદ ગ્રામ પંચાયતોની ચુંટણી આવતાં રાજકીય ગરમાવો જોવા મળી રહયો છે.જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ ફોર્મ સ્વીકારવાનો પ્રારંભ થશે.જેમાં તા.૨૨ જાન્યુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ૨૨ તા.ફોર્મ ચકાસણી, તા. ૨૩ ફોર્મ પરત ખેંચવા માટે તેમજ ૪ ફેબુ્રઆરીએ ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે.અને ૬ ફેબુ્રઆરીએ મત ગણતરી થશે.ચુંટણી જાહેર થતાં જ ઉમેદવારોએ ટેકેદારો સાથે તેમજ લોક સંપર્કમાં જોડાયા હોવાનું જાણવા મળેલ છે.

Post Comments