Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તમાકુ પર GST 5 ટકા કરવાની માંગણી અધ્ધરતાલ

- ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુના વેપારીઓ 15 દિવસમાં ઉકેલ નહી આવે તો હરાજી બંધ કરવાની ચીમકી

- GST ભારણને કારણે વેપારી વર્ગનો ધંધો ચોપટ થઈ ગયો છે : 50 ટકા ભાવો તૂટતાં મંદીનો માહોલ

ઊંઝા, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

ઉનાવા માર્કેયાર્ડમાં તમાકુના વેપારીઓએ જીએસટીના મામલે વારંવાર રજૂઆતો કરી ૨૮ને બદલે પાંચ ટકા કરવાની માંગણી સંદર્ભે સરકારે કોઈ પગલા નહી લેતાં ભારે નારાજગી દર્શાવી છે. તેમ છતાં  અ ાગામી ૧૫ દિવસમાં કોઈ ઉકેલ નહી આવે તો અચોક્કસ મુદત માટે એપીએમસી હરાજી   બંધ કરવાની ચીમકી આપી છે. જીએસટીના કારણે ભાવો તથા વેપારમાં ૫૦ ટકાનું ગાબડુ પડયું છે.

આ સંદર્ભે તમાકુ વેપારી એસોસીએશને આજે ઉનાવા એપીએમસી ખાતે બેઠક કરી જીએસટી બાબતે ચર્ચા વિમર્શ કરતાં જણાવેલ છે કે માફી માલમાં ગણાતી તમાકુ ઉપર સરકારે ૨૮ ટકા જીએસટી દાખલ કરતાં વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા નથી. ગઈ સીઝનમાં ૧૧૦૦ થી ૧૩૦૦ની રેન્જમાં રહેલી તમાકુની બજાર માંગના અભાવે તુટીને ૭૦૦ થી ૮૦૦ની રેન્જમાં આવતાં ભારે ગાબડુ પડયું છે.

હાલમાં પણ ખેડૂતો પાસે અઢીથી ત્રણ લાખ બોરી તથા વેપારીવર્ગ પાસે ૭ થી ૮ લાખ બોરી હોવાનો અંદાજ પ્રમુખ ભરતભાઈ પટેલે વ્યક્ત કર્યો છે. હવે ભાવોમાં પ્રતિમણે ૪૦૦થી ૫૦૦ રૃપિયાનુ ગાબડુ પડતાં છવાયેલી ભારે મંદીને કારણે હાલની રવિ સીઝનમાં તમાકુમાં પડતર નહી હોવાથી વાવેતર ઓછુ થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ બાબતે એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલે પણ તમાકુ ઉપર જીએસટીના કારણે વેપાર-ધંધા અડધા થઈ જતાં માર્કેટયાર્ડના હાજર બજાર ઉપર ભારે અસર થવાની શક્યતા વ્યક્ત કરી ચિંતા દર્શાવી છે. ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવો મળતા નથી. જીએસટીના ભારણને કારણે વેપારી વર્ગનો ધંધો ચોપટ થઈ ગયો છે.

૫૦ ટકા ભાવો તુટવા છતાં મંદીમાં તમાકુના માલનુ કોઈ લેવાલ નહી હોવાથી પરિસ્થિતિ બદતર બની ગઈ છે. આ સંદર્ભે તમાકુ વેપારી એસોસીએશને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ તેમજ જીએસટી કમિશ્નર વાઘેલાને મળી લેખિત રજૂઆત કરી જીએસટીને દર ૨૫ ટકા ઘટાડીને પાંચ ટકા કરવાની માંગણી કરી છે.

આગામી પંદરેક દિવસમાં જીએસટી બાબતે ઉકેલ નહી આવે તો એપીએમસી ઉનાવામાં તમાકુ હરાજી બંધ કરી અચોક્કસ મુદતની હડતાળ તેમજ આગામી વિધાનસભાની ચુંટણીમાં સત્તાધારી પક્ષને સહકાર નહી આપવાની પણ ચીમકી મંત્રી દેવાંગભાઈ પટેલે આપી ભારે રોષ વ્યક્ત સરકાર સામે કર્યો છે.

Post Comments