Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભોયણ બેઠક પર ભાજપનો મેન્ડેટ રદ થતા કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ

- ડીસા તાલુકા પંચાયતની

- મેન્ડેટમાં વિસંગતતા ટેકનીકલ ક્ષતિના કારણે ઉમેદવારીપત્ર રદ : કોંગ્રેસના ઉમેદવારને લોટરી લાગી

ડીસા,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

બનાસકાંઠાની ડીસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી દરમિયાન ડીસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભુકંપ સર્જાયો છે.ડીસાના ભોંયણ ગામની તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપ ઉમેદવારનો મેન્ડેડ ટેકનીકલ કારણે રદ થયો હતો અને કોંગ્રેસ તેમજ ભાજપના આ સીટ ઉપર બે જ ઉમેદવાર હોઈ આપો આપ કોંગ્રેસ ઉમેદવારની બિન હરીફ જીત થઈ હતી. જેનાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મટી ગયો હતો.

આ ઘટનાની વિગત જોઈએ તો જિલ્લામાં ૧૪ તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે આજે શુક્રવારે ઉમેદવારીપત્રો ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં ડીસા તાલુકા પંચાયતની સીટોના ઉમેદવારીપત્રો ચકાસણી દરમ્યાન ડીસા તાલુકા ચુંટણી અધિકારી એન.એલ.ડામોર દ્વારા ડીસાની ભોંયણ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા રજૂ કરાયેલા ઉમેદવારના નામ સાથેના મેન્ડેડમાં વિસંગતતા જણાઈ હતી. જેથી ચુંટણી અધિકારી ડામોરે ભાજપ ઉમેદવારનું ઉમેદવારી પત્ર ટેકનીકલ ક્ષતિના કારણે રદ કર્યું હતું. જો કે આ એક માત્ર ટેકનીકલ કારણોસર ભાજપ ઉમેદવારનો મેન્ડેડ રદ થતાં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. કોંગ્રેસમાં ખુશીનો માહોલ છવાયો હતો અને અધિકૃત રીતે ડીસા ચુંટણી અધિકારી અને મામલતદાર દ્વારા કોંગ્રેસ ઉમેદવાર રાઈબેન જ્યંતીજી ભુનેચા વિજેતા જાહેર કરાયા છે.  જ્યારે પાર્ટીની મેન્ડેડમાં ટેકનીકલ ભુલના લીધે ભાજપના ઉમેદવાર પ્રજાપતિ સવિતાબેન વેરશીભાઈનુ મેન્ડેડ રદ થયું હતું. જો કે આ સીટ ઉપર માત્ર બે જ ઉમેદવાર હોઈ કોંગ્રેસ ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જોકે આ ટેકનીકલ ભૂલમા કોંગ્રેસ ઉમેદવારને જાણે લોટરી લાગી હોય તેમ જીત મળી હતી.

Post Comments