Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિંમતનગરમાં વેપારીનું અપહરણ કરી રૂ. 30 લાખ પડાવ્યા

- અપહરણ અને ધમકીની ઘટનાથી પંથકમાં ચકચાર

- 'ફરિયાદ કરી તો તારા પરિવારાને મારી નાખીશું' રિવોલ્વર બતાવી વેપારીને ધમકી

બે માથાભારે શખ્સ અને પીએસઆઇના ત્રાસથી કંટાળેલા વેપારીની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનમાં રજુઆત
હિંમતનગર, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

હિંમતનગરમાં વ્યાજે પૈસા ધીરનાર કેટલાક લોકો સામેની વ્યક્તિનો મજબુરીનો લાભ લઈ પોતાનો રોટલો શેકે છે ત્યારે તેમના પર કેટલાક કલંક લાગે તે સ્વાભાવીક છે પરંતુ જ્યારે આવા કેટલાક લોકો વ્યવસાયકારને ધાક ધમકી આપી તેનું અપહરણ કરી તેમની પાસેથી એક પીએસઆઈને માધ્યમ બનાવી કુલ રૃા.૩૦ લાખ પડાવી લીધાની ચર્ચા શરૃ થતા આ વ્યવસાયકારે બુધવારે આ માથાભારે શખ્સો વિરૃધ્ધ પોલીસ ફરીયાદ નોધાવા માટે લેખીત રજુઆત કરી છે. આ ઉપરાંત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય સચિવને પણ તાજેતરમાં રજુઆત કરવામાં આવી હતી.

આ લેખીત રજુઆત કરનાર અને હિંમતનગરના રહીશ તથા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષભાઈ સત્યનારાયણ શાહએ કરેલા આક્ષેપ મુજબ હિંમતનગરમાં રહેતા અને ધીરધારનો ધંધો કરતા ભાટવાસના લાલભાઈ ભાટ (આઝાદ), રાકેશભાઈ બારોટ અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હાલ હેડ ક્વાટરમાં રીઝર્વમાં ફરજ બજાવતા પીએસઆઈ અભિષેક ધવનએ બે માસ અગાઉ મનીષભાઈ શાહને ખેડ તસીયા રોડ પર બોલાવીને અપહરણ કરી ઉઠાવી ગયા બાદ ધમકી આપી તેમની પાસેથી રૃા.૧૫ હજાર તથા પહેરેલા સોનાના દાગીના અને મોબાઈલ પડાવી લઈ રૃા.૧ કરોડ માગ્યા હતા.

જોકે મનીષભાઈએ આ ત્રાસમાંથી છુટવા માટે રૃા.૫૦ લાખ આપવાનુ કહ્યુ હતુ અને તરતજ મોબાઈલ કરીને તેમના ડ્રાઈવર પાસે રૃા.૧૫ લાખ મંગાવીને આ ત્રીપુટીને આપ્યા હતા બીજી તરફ મનીષભાઈ ગ્રાહકોને પ્લોટીંગ સ્કીમ આપી પ્લોટ આપતા હતા જેથી ગત તા.૪ જુલાઈના રોજ મનીષભાઈને મળવાના બહાને બોલાવી તોડ કર્યો હોવાનુ લેખીત રજુઆતમાં આક્ષેપ કરતા જણાવ્યુ હતું

ત્યારબાદ મનીષભાઈએ આ ત્રીપુટી ના ત્રાસ અંગે થોડા સમય અગાઉ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય સચીવને રજુઆત કરતા આ ત્રીપુટી હરકતમાં આવી હતી અને લીધેલ રકમ પૈકી કેટલીક રકમ પરત કરી હતી બીજી તરફ આ ત્રીપુટીએ ધમકી આપી ક્યાય પણ ફરીયાદ કરીતો પરિવારને મારી નાખવાની ધમકી આપી રીવોલ્વર બતાવી હતી

સામાન્ય રીતે કોઈ પણ વ્યવસાયમાં સંકળાયેલા વેપારી ક્યારેય પણ સબંધમાં કડવાશ ઉભી થાય તેવુ ઈચ્છતો નથી જેથી મનીષભાઈએ પણ તેમ વિચારી મામલો નીપટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ત્રીપુટીનો ત્રાસ વધી જતા તેમણે ના છૂટકે બુધવારે રાત્રે ત્રીપુટી સામે હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવા માટે લેખીત રજુઆત કરી છે. જેના કારણે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

Post Comments