Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભૈરવ જયંતીએે મહિલાઓનો હોબાળો

- ઈડરના બોલુન્દ્રાના ભૈરવજી મંદિર નજીક

- ૨૫ થી ૩૦ મહિલાના ટોળા વિરુદ્ધ ફરિયાદ : પોલીસ બંદોબસ્ત મૂકાયો

- પથ્થરમારો કરતાં મંદિર પરિસરમાં ધમાસણ મચી ગયું : ચાર ઘાયલ  એટ્રોસીટીની ફરિયાદના પ્રશ્ને નારાજ મહિલાઓના વિરોધથી મામલો બિચક્યો

ઈડર, તા. ૧૦ શુક્રવાર નવેમ્બર 2017

ઈડરના બોલુન્દ્રા (રૃવચ) ગામે અગાઉ થયેલા એટ્રોસીટી કેસની અદાવતમાં ઉશ્કેરાયેલા કેટલીક મહિલાઓએ કાલ ભૈરવ મંદિર પાસે આવી હોબાળો મચાવી પથ્થરમારો કરતાં ભારે અફડા-તફડી મચી ગઈ હતી. આ પથ્થર મારામાં ચાર જેટલી વ્યક્તિઓને ઇજાઓ પહોંચ્યાનું પોલીસે જણાવ્યું છે. સાથે જ એક કારને પણ નુકશાન પહોંચ્યું છે.

આજે ભૈરવ જ્યંતિ એ જ મંદિર પરિસરમાં સર્જાયેલી આ ધમાસાણને લઈ દર્શનાર્થીઓની લાગણીને ભારે ઠેસ પહોંચી છે. આ ઘટના અંગે પોલીસે ૨૫ થી ૩૦ જેટલી મહિલાઓના ટોળા વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

મળતી વિગતો અનુસાર બોલુન્દ્રા ગામે આવેલા કાલ ભૈરવ દાદાના ગુજરાતના એક માત્ર શિખરબંધી મંદિરમાં આજે કાલ ભૈરવ જ્યંતિ નિમિત્તે હવનનું આયોજન કરાયું હતું. દરમિયાન સવારે ૯.૦૦ કલાકે મંદિર પરિસરમાં હવનની તૈયારી ચાલતી હતી, તેવામાં ગામની કેટલીક મહિલાઓએ મંદિર નજીક જઈ હોબાળો મચાવ્યો હતો. સાથે જ મંદિર પરિસરમાં હાજર કેટલાક લોકો પર આક્ષેપ કરી મહિલાઓએ જણાવ્યું હતું કે, તમે લોકો એ જ એટ્રોસીટીનો કેસ કરાવી અમારા ઘરના માણસોને જેલમાં પુરાવી દીધા છે. તેમ કહીં મહિલાઓએ પથ્થરમારો કરતાં નાથુસિંહ ચૌહાણ, દેવીસિંહ ચૌહાણ સહિત ચાર જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત દેવી સિંહની કારને પણ નુકશાન પહોંચ્યું હતું. દરમિયાન દોડી આવેલા જાદર પોલીસની ટીમે મામલો થાળે પાડી મંદિર નજીક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનાના સમગ્ર તાલુકા સહિત ભૈરવજીના ભક્તોમાં ઘેરા પ્રત્યઘાત પડયા છે. આ ઘટના અંગે નાથુસિંહ હિંમતસિંહ ચૌહાણે (૧) સજ્જનબા ચૌહાણ (૨) જ્યોતન્સનાબા ચૌહાણ (૩) અળખુબા ચૌહાણ સહિત પચ્ચીસથી ત્રીસ મહિલાઓ અને આ મહિલાઓને ઉશ્કેરણી કરવાના આક્ષેપ સહ ચતુરસિંહ ચૌહાણ તથા દિપસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં, પોલીસે રાયોટીંગ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

Post Comments