Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇડરીયો ગઢ બચાવવા બાયડથી ઇડર પદયાત્રા

- ઐતિહાસીક ધરોહર સમા ગઢ પર ચાલતી ખનન પ્રવૃતિ અટકાવવા માંગણી  મોંઘવારી નિવારણ સંઘના કાર્યકરોએ નાયબ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું

ઇડર, તા. ૯  ફેબ્રુઆરી 2018, શુક્રવાર

બાયડ તાલુકા મોંઘળારી નિવારણ મંચના કાર્યકરોએ ઇડરીયો ગઢ બચાવવાની માંગ સાથે બાયડથી ઇડર સુધીની પદયાત્રા યોજી, ઇડરના નાયબ કલેકટરને વેદનાપત્ર સુપ્રત કર્યું હતું. આ કાર્યકરોએ માંગ કરી હતી કે ગઢ પર ચાલતી ખનન પ્રવૃત્તિ તાકિદે અટકાવી દઇ ઐતિહાસિક ધરોહરને બચાવી લેવામાં આવે. ઇડરના લોકોની વેદનાને વાચા આપવા આવેલા તમામ પદયાત્રિકોનું નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

ઇડર ગઢ બચાવો સમિતિ તથા નગરજનો દ્વારા ઇડરીયા ગઢનાં ડુંગરોમાં ચાલતી ખનન પ્રવૃત્તિને અટકાવા તથા ઐતિહાસીક ધરોહર સમા પ્રાચિન ગઢને બચાવવા છેલ્લા કેટલાક સમયથી લડત ચલાવાઈ રહી છે. જેના ભાગરૃપે અસંખ્ય આવેદનપત્ર, રેલી તથા ઇડર બંધ જેવા કાર્યક્રમો અપાયા હોવા છતાં તંત્ર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી. તેમ છતાંલોકોની લડત હજુ ચાલુ રહી છે.

આજે ઇડરના લોકોની આ લડતને સમર્થન આપવા અરવલ્લી જિલ્લાન બાયડના મોંઘવારી નિવારણ સંઘના કાર્યકરો આગળ આવ્યા છે. આ કાર્યકરોએ ઇડરીયો ગઢ બચાવવાની માંગ સાથે બાયડથી ઇડર સુધીની પદયાત્રા યોજી ઇડરના નાયબ કલેકટરને આવેદન પત્ર નહીં પરંતુવેદનાપત્ર સુપ્રત કર્યું હતું. આ વેદના પત્ર થકી કાર્યકરોએ સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો છે. આ લોકોએ માંગ કરી છે કે, ગઢ પર ચાલતી ખનન પ્રવૃત્તિને અટકાવી, ગઢને બચાવી લેવામાં આવે. ઇડરીયો ગઢ એ ઇડર સહિત સમગ્ર ગુજરાતની અસ્મીતાનું પ્રતિક છે. આ પદયાત્રિકોનું ગઢ બચાવો સમિતિ સહિત નગરજનોએ સ્વાગત કર્યું હતું.

Post Comments