Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બનાસકાંઠા જિ. પં.ની ચૂંંટણીમાં ૪૦ ટકા ફોર્મ રદ

- કુલ ૩૪૯ માંથી ૧૮૦ ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા મોટાભાગની બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર

મહેસાણા, તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંંટણીમાં ઉમેદવારી કર્યા બાદ ૪૦ ટકા ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યા છે. ફોર્મ ચકાસણી દરમિયાન કુલ પૈકી અડધો અડધ ફોર્મ અમાન્ય કરવામાં આવતા જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. આ સાથે આજે ફોર્મ પરત લેવાનો દિવસ હોઈ કેટલાકની બાદબાકી થવાની સંભાવના પણ છે.

બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ બેઠકો માટે કુલ ૩ર૯ ઉમેદવારીપત્ર સામે આવ્યા હતા. ચુંટણીતંત્ર દ્વારા ફોર્મ ચકાસણી હાથ ધરતા મેન્ડેડ ન હોવા બાબતે, શૌચાલય ન હોવા બાબતે, સંતાન વધુ હોવા સબંધે , વેરો ન ભર્યો હોવા બાબત તેમજ ડબલ ફોર્મ સહીતના વિવિધ કારણોસર ૧૮૦ ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યા હતા. જેથી ૬૦ બેઠકોમાં ભાજપ કોંગ્રેસના ૧૩ર સાથે અન્ય પ૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જિ.પં.ની મોટાભાગની બેઠકો ઉપર ભરેલ ફોર્મ પૈકી અડધાથી વધુ રદ્દ કરવાની સ્થિતી સામે આવી છે. જો કે આજે ફોર્મ પરત ખેંચવાના હોવાથી હજુ પણ કેટલાક ઉમેદવારો ચુંટણી જંગમાંથી પાછા ફરી શકે છે. આવી પરિસ્થિતિમાં જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર જામશે. સુત્રોએ જણાવ્યુ હતુ કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ૧૩ર સિવાયના પ૪ ઉમેદવારોને સમજાવવા મથામણ તેજ કરી દેવામાં આવી છે. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ સફળ બની શકે છે.  

 બેઠક મુજબ માન્ય-અમાન્ય ઉમેદવાર

બેઠક

અમાન્ય

માન્ય

પાલનપુર

૧૮

ર૦

વડગામ

૩૧

૧૬

દિયોદર

લાખણી

૧૩

ભાભર

સુઈગામ

ડીસા

૪૯

૩ર

કાંકરેજ

૧પ

૧૩

દાંતા

૧ર

૧૦

અમીરગઢ

વાવ

થરાદ

૧૯

દાંતીવાડા

૧ર

ધાનેરા

ર૧



તાલુકા પંચાયતમાં ઉમેદવારોની સ્થિતિ


 

તાલુકો

અમાન્ય

માન્ય

પાલનપુર

પ૯

૭પ

વડગામ

૮૩

૭૭

દિયોદર

૪૮

પ૪

લાખણી

ર૭

પ૪

ભાભર

૩ર

૪૮

સુઈગામ

ર૮

૩પ

ડીસા

૧૦૯

૧૧ર

કાંકરેજ

૬૦

૮ર

દાંતા

૩૬

૬૦

અમીરગઢ

રપ

૪૪

વાવ

રપ

પ૧

થરાદ

૩૦

૮૧

દાંતીવાડા

૪૬

૪૯

 

Post Comments