Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિમતનગરના મહાવીરનગરની પરિણીતાની આબરૃ લૂંટવાનો પ્રયાસ : ત્રણ સામે ગુનો

- સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાઓ અસલામત

- જાહેર માર્ગ પર મહિલાની છેડતી કરી માર મારતા એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ

અમદાવાદ, હિમતનગર, તા. 12 જૂન 2018, મંગળવાર

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિમતનગરના મહાવીરનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે બે દિવસ પહેલા જાહેરમાર્ગ ઉપર શારીરિક છેડછાડ કરીને જેની આબરૃ લૂંટવાનો પ્રયાસ કરવાનો બનાવ બન્યો હતો.

જો કે આવી હરકતથી નારાજ બનેલી પરિણીતાએ વિરોધ કરતાં આ શખ્સ ઉપરાંત તેના બે મિત્રોએ તેની સાથે ગાળાગાળી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો.

હિમતનગર 'એ' ડીવીઝન પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ભાવેશ બાબુલાલ સુથાર સહિત ત્રણ શખ્સોના વિરૃધ્ધમાં ઈ.પી.કો. કલમ ૩૫૪ (એ) તથા ૩૨૩ હેઠળ ગુનો  દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં પરિણીતાએ એવી રજુઆત કરી છે કે, આ બનાવ હિંમતનગરની ન્યુ એજ્યુકેશન સ્કૂલ નજીકના જાહેરમાર્ગ ઉપર ગત તા. ૧૦મીના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે બબન્યો હતો. જેમાં એક આરોપીએ પરિણીતાનો મોબાઇલ ફોન દ્વારા સંપર્ક સાધ્યો હતો અને પરિણીતા સાથે વાતચીતનો દોર શરૃ કરીને તેના પતિને ગાળો ભાંડી હતી.

આવી હરકતથી નારાજ બનેલી પરિણીતાએ આરોપીનો વિરોધ કર્યો ત્યારે તેનો હાથ પકડીને શારીરિક છેડછાડ શરૃ કરીને કપડાં ખેંચીને લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન પરિણીતા કદાચ બૂમરાણ મચાવી મૂકશે તેવું જણાતાં આરોપીના બે સાથીદાર પણ ત્યાં દોડી આવ્યા હતા અને પરિણીતાને ગડદાપાટુનો માર મારીને ફરાર થઇ ગયાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરીને ત્રણેય શખ્સોની ધરપકડ કરવાની કાર્યવાહી જારી રાખી છે.

Post Comments