Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડીસામાં મહારાષ્ટ્ર હૂમલા પ્રકરણમાં દલિત સેના દ્વારા કલેક્ટરને આવેદન

- સરકાર દ્વારા હૂમલાખોરો સામે કાર્યવાહી જલદી નહી થાય તો દલિત સેના દ્વારા જલદ કાર્યક્રમ અપાશે

ડીસા,તા.૩ જાન્યુઆરી 2018 બુધવાર

ડીસામાં મહારાષ્ટ્રના ભીમા કારેગાંવ ખાતે ૧ જાન્યુઆરીના રોજ દલિતો અને મરાઠાઓ વચ્ચે થયેલી અથડામણના પડઘા પડયા હતા. જેમાં દલિતો પર કરાયેલા હૂમલાને વખોડતા ડીસા ખાતે દલિત સેના દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ડીસામાં મહારાષ્ટ્રના ભીમા કારેગાંવ ખાતે દલિતો અને મરાઠાઓ વચ્ચે થયેલી  હિંસક અથડામણાં ન્યાયિક લડત આપવા દલિતો આગળ આવ્યા છે. જેમાં દલિતો પર જીવલેણ હૂમલો કરવાની ઘટનાને બનાસકાંઠા જિલ્લા દલિત સેના દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે.

જેમાં ડીસાના નાયબ કલેક્ટર જીતેન્દ્ર વદર અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષ ૧૮૧૮માં ભીમા કારેગાંવ યુદ્ધ બ્રીટીશ ઈસ્ટ ઈન્ડીયા કંપની અને પેશ્વા સૈનિકો વચ્ચે થયું હતું જેમાં પેશ્વાઓ હારી ગયા હતા. અંગ્રેજોની ફૌજમાં મોટા ભાગના દલિત સૈનિકો હતા જેથી દલિતો પણ યુદ્ધની ઉજવણી રૃપે દર વર્ષે વિજય દિવસ મનાવે છે ત્યારે સોમવારે પણ વિજય દિવસની ઉજવણી વખતે કેટલાક મનુવાદીઓ દ્વારા દલિતો પર હૂમલા કરવામાં આવ્યા હતા જેથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા હૂમલાખોરો સામે કાર્યવાહી કરી તેઓને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જો કાર્યવાહી જલદી નહી થાય તો દલિત સેના દ્વારા જલદ કાર્યક્રમ આપવામાં આવશે તેવી પણ ચેતવણી આવેદનપત્રમાં આપી હતી.

Post Comments