Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વ મહિલા દિવસે જ પાલનપુરમાં આંગણવાડી કાર્યકરોએ હોબાળો મચાવ્યો

- લઘુત્તમ વેતન તેમજ પડતર માંગણીઓ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ડીસા,છાપી,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

સમગ્ર રાજ્યમાં ગુરુવારે એક તરફ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં મહિલાઓ પોતાના હક માટે લડતે ચડી હતી. જ્યાં આંગણવાડી કાર્યકરોએ લઘુત્તમ વેતન તેમજ પડતર માંગણીઓને લઈ જિલ્લા કલેક્ટર કચેરીએ દેખાવો કરી આવેદનપત્ર આપતાં ભારે હોબાળો મચાવતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે ગુરુવારે મહિલા દિન નિમિત્તે બેટી બચાવો, બેટી વધાવો કાર્યક્રમ યોજાયો હતો. જે દરમિયાન જ જિલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકર બહેનો   ધસી આવતાં અધિકારીઓને કાર્યક્રમ છોડી નીકળી જવું પડયું હતું. દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની પડતર માંગણીઓ તેમજ લઘુત્તમ વેતનના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે આંગણવાડી કાર્યકર ચંદ્રિકાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર મહિલા દિન નિમિત્તે અનેક કાર્યક્રમો કરે છે પરંતુ આંગણવાડી મહિલાઓને જે હકો મળવા જોઈએ તે મળતા નથી. કોઈપણ સરકારી કામમાં આંગણવાડી મહિલાઓને કામે લગાડવામાં આવે છે પરંતુ તેમને જે લાભો મળવા જોઈએ તે બાબતે સરકાર નિંદ્રાધીન છે.

વર્ષોથી આંગણવાડી કાર્યકર્તા તરીકે નોકરી કરતી મહિલાઓને કાયમી કરવામાં આવતી નથી. જ્યારે લઘુત્તમ વેતનના જે લાભ મળવા જોઈએ તે પણ મળતા નથી. ત્યારે આંગણવાડી મહિલા કાર્યકરોએ જ આશા રાખી રહી છે કે જો આંગણવાડી કાર્યકર્તાઓને તેમના હકો આપવામાં આવેતે જ સાચી મહિલા દિનની ઉજવણી છે.

Post Comments