Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સાબરકાંઠામાં કોંગ્રેસ મૂર્છાવસ્થામાં

- દોષનો ટોપલો મતદારો પર ઢોળવામાં આવતા કોંગ્રેસમાં વિખવાદ

હિંમતનગર, ૨૭ ડિસેમ્બર 2017, બુધવાર

વિધાનસભાની ચૂંટણીમાં સાબરકાંઠામાં બહુ ગાજેલી કોંગ્રેસે અપેક્ષા કરતા વિપરીત પરિણામ મેળવતા તેના ખુબજ માઠા પ્રત્યાઘાત પડી રહયા છે. પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસના કેટલાક બની બેઠેલા પદાધિકારીઓ કાર્યકરો સાથે રૃબરૃ કે ટેલીફોનીક ચર્ચા ન કરતા કોંગ્રેસની વિચારસરણી સાથે જોડાયેલા કેટલાક કાર્યકરોની હાલત જાયે તો કહા જાયે જેવી થઈ છે. તો બીજી તરફ અનઅપેક્ષિત પરિણામ જોતા પ્રદેશ કક્ષાએથી સંગઠનમાં ફેરફાર થવાના સંકેત સાંપડી રહયા છે.

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જીલ્લામાં કોંગ્રેસને ચારમાંથી ફકત એક જ બેઠક વિધાનસભા ની ચૂંટણીમાં મળી છે ત્યારે તેના પરથી એવા સ્પષ્ટ સંકેત મળી રહયા છે કે ગુજરાતમાં કોંગ્રેસે વિરોધપક્ષ તરીકેની ભૂમિકા ભજવવામાં જોઈએ તેવો સારો દેખાવ કર્યો નથી. જેના કારણે ખેડબ્રહ્મા બેઠક પરથી વિજયી બનેલા કોંગ્રેસના ઉમેદવારના મતોની સરસાઈમાં આવેલી ઓટ પરથી જણાઈ આવે છે.

બીજી તરફ તાજેતરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કરેલા દેખાવની સમીક્ષા કરવા માટે મહેસાણા ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના હાઈકમાન્ડની સૂચનાથી કેટલાક કાર્યકરોએ વિધાનસભાની ચૂંટણીમાં સાબરકાંઠા કોંગ્રેસના પદાધિકારીઓએ કરેલા દેખાવની કડક આલોચના કરીને તેમાં ફેરફાર કરવો જોઈએ. તેવો સુર વ્યકત કર્યો છે. તો બીજી તરફ જીલ્લાના સંગઠનમાં અંદરો અંદર ચાલતા વિખવાદને કારણે ચારેય બેઠક પર ચૂંટણી લડેલા ઉમેદવારોને પક્ષ તરફથી પૂરતો સહયોગ મળ્યો નથી તેવી ચર્ચા ચાલી રહી છે.

બીજી તરફ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના કેટલાક પદાધિકારીઓ અને કાર્યકરો સ્પષ્ટ માને છે કે જો સંગઠનની વિવિધ પાંખમાં ફેરફાર કરવામાં નહિ આવે તો આગામી સમયમાં હજુ અનેક મતદારો કોંગ્રેસ તરફથી મોઢુ ફેરવી લે તો નવાઈ પામવા જેવુ નથી. આમેય ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ મતદારોનો સંપર્ક કરવા માટે દેખાય છે. અને ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ એવા ગાયબ થઈ જાય છે કે દીવો લઈને શોધવા જઈએ તો પણ મળતા નથી. ખરેખર તો વિરોધપક્ષની ભૂમિકા ભજવવી હોય તો પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને જાગૃતિ લાવવી જોઈએ અને તેનો અવાજ સરકાર સૂધી પહોંચાડવો જોઈએ. પરંતુ કમ નસીબે કોંગ્રેસમાં આ વિચારધારાનું કેટલુ પાલન થાય છે તે સૌ કોઈ સમજી શકે છે.

આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની જે બેઠકો અગાઉ તેમની પાસે હતી તે ભાજપે આંચકી લીધી છે તે પાછળનું મુખ્ય કારણ કોંગ્રેસનો વધુ પડતો આત્મવિશ્વાસ હતો. પરંતુ હવે જયારે પાણી વહી ગયુ છે ત્યારે પાળ બાંધવી નિરર્થક છે. જો આમ જ ચાલશે તો પરિવર્તન લાવવા માંગતા મતદારોને ના છુટકે પૂનરાવર્તનના પ્રવાહમાં જોડાઈ જવુ પડશે. જેથી હજુ સમય છે કે કોંગ્રેસે સંગઠનના માળખામાં ફેરફાર કરી નવો પ્રાણ પુરવો જોઈએ. અને હાર જીતના સમીકરણોમાંથી બહાર આવીને નવેસરથી નવો દાવ ખેલવો પડશે.

Post Comments