Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિંમતનગર શહેરના વ્યવસાયકારને પજવનાર ત્રિપુટી વિરૃધ્ધ આવેદનપત્ર

- તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાય તો ચૂંટણીનો બહિષ્કાર અને હિજરત કરવાની વેપારીઓની ચિમકી

હિંમતનગર, તા.૧૦ શુક્રવાર નવેમ્બર 2017

હિંમતનગરના રહિશ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારનું થોડા સમય અગાઉ એક પી.એસ.આઈ. અને બે માથાભારે શખ્સોએ અપહરણ કરી રૃા.૩૦ લાખ પડાવી લીધાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તેમની સામે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે હિંમતનગર વેપારી એસોસીએશને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ છે. તેમજ જો કાર્યવાહી નહિ કરાય તો વેપારીઓએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરી જિલ્લામાંથી હિજરત કરી જવાની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે વેપારી એસોસીએશને આવેદનપત્રમાં કરેલા આક્ષેપ મુજબ પીએસઆઈ અભિષેક ધવનના છુપા આર્શીવાદને કારણે હિંમતનગરના લાલાભાઈ ભાટ (આઝાદ) અને રાકેશ બારોટે વ્યવસાયકાર મનીષ શાહનું અપહરણ કરી ધાક ધમકી આપી તેમની પાસેથી રૃા.૩૦ લાખ પડાવી લીધા હતા. જે અંગે તેમણે આ ત્રિપુટી વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે બે દિવસ અગાઉ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખીત રજુઆત કરી હતી.

 તેમ છતાં પોલીસે આ ત્રિપુટી વિરૃધ્ધ ગુન્હો દાખલ કર્યો નથી.

જેથી તેના વિરોધમાં શુક્રવારે હિંમતનગરના વેપારી એસોસીએશન ધ્વારા જિલ્લા કલેકટરને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં વેપારી એસોસીએશને એવી ચીમકી ઉચ્ચારી છે કે જો આ ત્રિપુટી વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી વહીવટી તંત્ર ધ્વારા કરવામાં નહિ આવે તો હિંમતનગરના વેપારીઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે. અને જરૃર પડે તો વેપારીઓ જિલ્લામાંથી હિજરત કરીને જતા રહેશે.

Post Comments