Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તલોદ પાલિકાના પ્રમુખ સહિત ૬ને ગેરલાયક ઠેરવ્યા

- ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરનાર

- વર્ષ ૨૦૧૩માં નગરપાલિકાને ૨૧ સભ્યોની ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરવા મામલે છ સભ્યોને ગેરલાયક ઠરાવાનો હુકમ કરાયો

તલોદ, તા. ૩ જાન્યુઆરી 2018 બુધવાર

સાબરકાંઠા જિલ્લાના તલોદની નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખની ભૂતકાળમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધમાં મતદાન કરનારા પાલિકાના મહિલા પ્રમુખ સહિતના કુલ ૬ સદસ્યોને નગરપાલિકાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવાનો હુકમ રાજ્યના સચિવ કક્ષાના અધિકારી તરફથી કરવામાં આવતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પાલિકાના પ્રમુખને પણ ગેરલાયક ઠરાવવામાં આવતા તેઓના ખાલી પડેલા સ્થાને તલોદ નગરપાલિકાના ઉપપ્રમુખ વિનોદભાઈ પી. પટેલ પ્રમુખપદનો ચાર્જ સંભાળી લીધો છે. આગામી માસમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે થયેલ આ હુકમ કોને કેવો લાભ આપશે તે પર સૌની મીટ મંડાઈ છે.

વર્ષ ૨૦૧૩માં તલોદ નગરપાલિકાની ૨૧ સદસ્યો માટેની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ૧૫ અને કોંગ્રેસના ૬ ઉમેદવારો વિજેતા થયા હતા. તે વખતે વરાયેલા પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે નગરપાલિકાની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજ પટેલ દ્વારા પાલિકાના પ્રમુકપદ માટે ફાલ્ગુની ઠક્કર અને ઉપપ્રમુખ માટે સુનિલ શાહના નામનો મેન્ટેડ આપવામાં આવ્યો હતો. પરંતુ પક્ષના ૬ સદસ્યોએ મેન્ટેડ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. પરિણામે પ્રમુખપદ માટે ઉમેદવારી કરનાર રંજનબહેન પટેલને ૧૩ મત મળ્યા હતા તેમજ ફાલ્ગુનીબહેન ઠક્કરને ૮ મત મળ્યા હતા તેવી જ રીતે ભાજપના સુનિલકુમાર શાહને ૮ મત અને કોંગ્રેસના ખોડાભાઈ દેસાઈને ૧૩ મત મળ્યા હતા.

આમ થતાં પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરતાં, નારાજ થયેલા પૈકીના પાલિકાના સદસ્ય પ્રવીણભાઈ આર. પટેલએ ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી સચિવ સમક્ષ વિવાદ અરજી કરીને દાદ માંગી પક્ષાંતર કરી મેન્ડેટ વિરુદ્ધ ગયેલા સભ્યોને ગેરલાયક ઠેરવવા સંદર્ભની દાદ માગી હતી. જે અંગેના કેસનું નિરાકરણ આવેલ છે જે અન્વયે સરકારી અધિકારી વી. પી. પટેલએ તા. ૩૦-૧૨-૧૭ના રોજ હુકમ કરીને પાલિકાના છ સભ્યોને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાનો હુકમ કર્યો છે. આ સભ્યોમાં (૧) મંગુબહેન મણિભાઈ પ્રજાપતિ, (૨) મહેશભાઈ અમરાભાઈ ચાવડા, (૩) દેવિકાબેન અભયભાઈ શાહ, (૪) કિરણભાઈ તારાચંદભાઈ નરસિંઘાણી, (૫) રંજનબેન દામોદરદાસ પટેલ અને (૬) મધુબહેન જગદીશભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે.

Post Comments