Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દૂધનો ભાવફેર સભાસદોને નહીં ચૂકવાતાં મોટીચીચણો દુધ મંડળીના ૧૦ સભ્યોના રાજીનામા

- મંડળીના ચેરમેન, સેક્રેટરીના ગેરવહીવટથી ત્રસ્ત કમિટિના સભ્યોએ જિલ્લા રજીસ્ટાર સમક્ષ રાજીનામા ધરી દી

મોડાસા,તા.૦૩ જાન્યુઆરી 2018 બુધવાર

અરવલ્લી જિલ્લામાં સેવાની ભાવનાથી સ્થપાયેલ અને કાર્યરત સહકારી સંસ્થાઓને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ પહાડપુર સેવા મંડળી માં આચરાયેલી લાખ્ખો રૃપિયાની ઉચાપત,ખંભીસર સેવા મંડળીમાં ખેડૂત સભાસદો સાથે કરાયેલ વિશ્વાસઘાતની ઘટનાઓ બાદ મોટીચીચણો ગામે સહકારી મંડળીમાં છવાયેલા અસહકારના વલણથી સહકારી ક્ષેત્રે ખળભળાટ મચ્યો હતો.મોટીચીચણો દુધ મંડળીના ૧૦ કમિટિ સભ્યોએ સાગમેટ રાજીનામા ધરી દેતાં અને જિલ્લા રજીસ્ટાર સમક્ષ વહીવટદાર નીમવાની માંગ કરાતા જ ચકચાર મચી હતી.

મોડાસા તાલુકાના મોટીચીચણો ગામે કાર્યરત દુધ સહકારી મંડળીના ચેરમેન અને સેક્રેટરીની મીલીભગતથી રૃપિયા ૧૦ લાખના ભાવ ફેરની રકમ ચાઉં કરી જવાના આક્ષેપ સાથે વ્યવસ્થાપક કમિટિના ૧૦ સભ્યો એ સાગમેટ રાજીનામા ધરી દીધા હતા.જિલ્લામાં ચકચારી આ ઘટનામાં દૂધ મંડળી  ના ૧૦ કમિટિ સદસ્યો બુધવારના રોજ જિલ્લા સેવા સદન ખાતેની જિલ્લા રજીસ્ટાર કચેરીમાં રાજીનામા આપવા દોડી પહોંચ્યા હતા.મોટીચીચણો દુધ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાંથી સાગમેટ રાજીનામું આપનાર સદસ્યોના જણાવ્યા મુજબ મંડળીના ચેરમેન અને સેક્રેટરી મીટીંગ બોલાવતા નથી અને માંગવા છતાં આખરી તારીખ સરવૈયું સભ્યોને અપાતું નથી.આ કસૂરવાર હોદ્દેદારો એ પોતાની વગનો ઉપયોગ કરી દુધ ઉત્પાદક સંઘમાંથી મેેળવેલ દુધના ભાવ ફેર ના રૃપિયા ૧૦ લાખનું ચુકવણું સભાસદોને નહી ચૂકવી નાણાંકીય ગેરરીતીઓ આચરી હોવાનો આક્ષેપ આ કમિટિ સભ્યો દ્વારા રાજીનામામાં કરાયો છે.તેમજ સેક્રેટરી દ્વારા નિયમિત હિસાબો નહી લખાતાં તેમજ કમિટિના સભ્યોને હિસાબ તેમજ વહીવટી કામગીરીથી દૂર રાખવામાં આવતા હોવાનું રાજીનામુંમાં જણાવાયું હતું.

આમ જિલ્લાની સહકારી સંસ્થાઓમાં ચકચાર મચાવનાર વિવિધ કૌભાંડોથી સહકારી ક્ષેત્રમાં અસહકારનું વલણ પ્રસરતાં ઠેરઠેરનારાજગી પ્રસરી રહી છે.

મોટીચીચણો દુધ મંડળીમાં કસ્ટોડીયન ની નિમણૂંક કરાશે : રજીસ્ટાર
મોટીચીચણો ગામે દુધ મંડળીના ૧૦ કમિટિ સભ્યો એ રાજીનામા ધરી દેતાં આ ચકચારી ઘટનામાં જિલ્લા રજીસ્ટાર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જિલ્લાના સહકારી મંડળી રજીસ્ટાર આઈ.જી.મુનીયા એ આ મંડળીમાં કસ્ટોડીયનની ત્વરીત નિમણૂંક કરવા સાબરડેરીને રીપોર્ટ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

Post Comments