Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદી દિગ્દર્શિત, વાળા અભિનીત 'કર-નાટક'માં યેદિયુરપ્પાની તાજપોશી

- કોંગ્રેસ-જેડીએસએ ૧૧૭ ધારાસભ્યોની યાદી રાજ્યપાલને સોપી છતા

- ભાજપ પાસે ૧૦૪ ધારાસભ્યો, બહુમતનો ૧૧૨નો આંકડો પ્રાપ્ત કરવા હવાતીયા

મોસાળમાં મા પીરસનારી...! રાજ્યપાલ વજુભાઇવાળાએ બધા નિયમો નેવે મુકયા

મોદી દિગ્દર્શિત, વાળા અભિનીત 'કર-નાટક'માં યેદિયુરપ્પાની તાજપોશી
 

- આજે યેદુરપ્પા મુખ્ય પ્રધાન પદે શપથ ગૃહણ કરશે, અમિત શાહ-મોદી હાજર ન રહે તેવી શક્યતા

- ગૃહમાં ભાજપે બહુમત સાબીત કરવી પડશે, કોંગ્રેસ-જેડીએસ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં લઇ ગઇ

- અમે રાષ્ટ્રપતિ પાસે જઇશું, કોર્ટનો વિકલ્પ પણ અમારી પાસે ખુલ્લો છે : કોંગ્રેસ

નવી દિલ્હી, તા. ૧૬ મે 2018, બુધવાર

કર્ણાટકમાં ખંડીત વિધાનસભાની સ્થિતિ છે, કોઇ પણ પક્ષ પાસે બહુમત નથી. આ સંજોગોમાં જોકે ભાજપ સૌથી મોટો પક્ષ બોવાથી રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપને અંતે બહુમત સાબીત કરવા માટે આમંત્રણ આપી દીધુ છે. જેને પગલે ભાજપના યેદુરપ્પા ગુરુવારે મુખ્ય પ્રધાન પદે હાલ શપથ ગૃહણ કરશે. જોકે બાદમાં ભાજપે ગૃહમાં બહુમત સાબીત કરવી પડશે. હાલ ભાજપ પાસે ૧૦૪ ધારાસભ્યો જ છે. જ્યારે તેને બહુમત માટે ૧૧૨નો જાદુઇ આંકડો પાર કરવો જરુરી છે. જેથી ભાજપને હજુ આઠ ધારાસભ્યોની જરુર પડશે. જોકે યેદુરપ્પા દાવો કરી રહ્યા છે કે હું બહુમત સાબીત કરીશ.

બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન થઇ ગયું છે અને બન્નેના મળીને ૧૧૭ ધારાસભ્યો થાય છે. બન્નેએ રાજ્યપાલ સમક્ષ પોતાના ધારાસભ્યોને પણ રજુ કર્યા હતા, જોકે વજુભાઇ વાળાએ ભાજપને પહેલા આમંત્રણ આપતા કોંગ્રેસ અને જેડીએસ રોષ ભરાયા છે. અને વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારી કરી લીધી છે. જેને પગલે કર્ણાટકમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ હવે બહુમત સાબીત કેમ કરવી તેના પ્રયાસો પર લાગી ગઇ છે. જેડીએસ-કોંગ્રેસનો આરોપ છે કે અમારા ધારાસભ્યોને ખરીદવા માટે ભાજપ હવાતીયા મારી રહ્યંુ છે અને ૧૦૦ કરોડ રૃપિયાની ઓફર કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે જેડીયુ અને કોેંગ્રેસના ધારાસભ્યોને કોઇ રિસોર્ટ કે હોટેલમાં રાખવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે. અગાઉ કોંગ્રેસે આવું ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કર્યું હતું. અને તેમાં તેને ઘણીખરી સફળતા પણ મળી હતી.

ભાજપને બહુમત સાબીત કરવાનું આમંત્રણ મળતા કોંગ્રેસે જણાવ્યું હતું કે હવે અમારી પાસે બે રસ્તા છે. કોંગ્રેસના પૂર્વ કાયદા પ્રધાન અને વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે અમે હવે આ સમગ્ર મામલે રાષ્ટ્રપતિ પાસે જઇશું અથવા કોર્ટમાં અપીલ કરીશું. આ અંગે પક્ષના નેતાઓ વિચારી રહ્યા છે અને ટુંકમાં તેનો નિર્ણય લેવામાં આવશે. દિવસ દરમિયાન કર્ણાટકમાં નાયકીય ઘટનાક્રમ ચાલ્યો હતો. સૌથી પહેલા કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ રાજ્યપાલ વજુભાઇ વાળાને મળ્યા હતા અને ૧૧૭ ધારાસભ્યોની યાદી સોપી હતી. જેડીએસના વડા એચડી કુમારસ્વામીની આગેવાનીમાં રાજ્યપાલને ધારાસભ્યોને લઇને મળવા ગયા હતા. રાજ્યપાલે તેમની વાત સાંભળી બાદમાં સાંજે ભાજપને બહુમત સાબીત કરી સરકાર રચવાનું આમંત્રણ આપતા હવે કર્ણાટકમાં રાજકારણ વધુ ગરમાયું છે.

રાજ્યપાલે બંધારણને બદલે પૂર્વ-પક્ષને વફાદારી દર્શાવી?
પરિણામ પછી ગઠબંધન થાય તો પણ સૌથી વધુ બેઠક હોય  એમને જ સરકાર રચવાનો પહેલો હક્ક : સુપ્રીમનો ચૂકાદો છે

અમદાવાદ, તા.૧૬
વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ છે અને દરેક રાજ્યપાલે બંધારણને વફાદાર રહેવાનું હોય છે. અલબત્ત એવુ થતું હોતુ નથી. કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલા રાજ્યપાલે મોટે ભાગે તો કટોકટી વખતે કેન્દ્ર સરકાર ઈચ્છે એ પ્રમાણે વર્તવું પડતું હોય છે. બંધારણ એ વખતે ભુલી જવામાં આવે છે. કર્ણાટકમાં એવુ જ થઈ રહ્યું છે.

થોડા મહિનાઓ પહેલા યોજાયેલી ગોવા અને મણિપુરની ચૂંટણી વખતે પરિણામો ખંડિત આવ્યા હતા. એ વખતે ભાજપ સૌથી મોટો પક્ષ ન હોવા છતા રાજ્યપાલે ગઠબંધનના જોરે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતુ. નાગાલેન્ડમાં ભાજપ પાસે ૬૦માંથી ૧૨ જ બેઠક હોવા છતાં સરકાર રચવા ભાજપને રાજ્યપાલે પ્રાધાન્ય આપ્યું હતુ, કેમ કે ભાજપે સ્થાનિક પક્ષ સાથે મળીને બહુમતી હાંસલ કરી લીધી હતી. પરંતુ એ જોડાણ પરિણામ આવ્યા પછીનું હતુ. મેઘાલયમાં ભાજપ પાસે બે બેઠકો હોવા છતાં સ્થાનિક પક્ષો સાથે મળીને સરકાર રચી લીધી છે.

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ મૂળભૂત રીતે સંઘના કાર્યકર હતા અને પછી ભાજપમાં દાયકાઓ સુધી રહ્યાં છે. માટે હવે તેઓ બંધારણને બદલે ભાજપ સાથે વફાદારી કરી રહ્યાં હોય એવુ લાગે છે. કેમ કે પાછલા ચારેય રાજ્યોના ઉદાહરણ પ્રમાણે તો તેમએ કોંગ્રેસ-જેડી(એસ)ના ગઠબંધનને સરકાર રચવા પહેલું આમંત્રણ આપવું જોઈએ. ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટની બંધારણિય બેંચે પણ એવો ચૂકાદો આપ્યો હતો કે પરિણામ આવ્યા પછી ગઠબંધન થાય એવા કિસ્સામાં રાજ્યપાલે જે ગઠબંધન મોટું હોય તેને જ પહેલા સરકાર રચવા માટે કહેવું જોઈએ.

બહુમત સાબીત કરવી ભાજપ માટે અગ્ની પરીક્ષા, આ રીતે સરકાર બનાવવી શક્ય
કર્ણાટકના ચૂંટણીના પરિણામોના આંકડા પર નજર કરીએ તો ભાજપ પાસે ૧૦૪ ધારાસભ્યો છે, કોંગ્રેસ પાસે ૭૮ જ્યારે જેડીએસ પાસે ૩૭ ધારાસભ્યો છે. કુલ ૨૨૨ બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી, જેને પગલે બહુમતનો આંકડો ૧૧૨ છે. હાલ ભાજપ પાસે ૧૦૪ ધારાસભ્યો છે જ્યારે અપક્ષના બે અને બસપાના એક ધારાસભ્યને મનાવવાનો પ્રયાસ જારી છે. જો ત્રણેય ધારાસભ્યોનો ટેકો મળી જાય તો ભાજપનો આંકડો ૧૦૭ સુધી પહોંચી જાય. જેડીએસના વડા એચડી કુમારસ્વામી બે બેઠકો પરથી ચૂંટણી લડયા છે અને બન્ને પર જીત્યા છે, તેથી તેમની એક બેઠક ખાલી કરાવવા ભાજપ દબાણ કરશે. જેથી બહુમતનો આંકડો ઘટી જશે. છતા ભાજપ પાસે ૧૦૭ ધારાસભ્યો જ રહેશે. વિધાનસભાની કુલ સીટો ૨૨૪ છે. જેથી બે બેઠકો પર મતદાન થાય અને તેમાંથી એક ભાજપને મળે તો આંકડો ૧૦૮ થાય. બીજી તરફ જેડીએસ સાથે ગઠબંધનને પગલે કોંગ્રેસના સાત ધારાસભ્યો નારાજ હોવાના અહેવાલો છે. આ સ્થિતિમાં જ્યારે ભાજપ ગૃહમાં બહુમત સાબીત કરી રહ્યો હોય ત્યારે કોંગ્રેસના આ નારાજ સાત ધારાસભ્યોને ગૃહમાં ગેર હાજર રહેવા માટે જો ભાજપ મનાવી લે તો બહુમતનો આંકડો ઘટી શકે છે. અને ૧૦૮ પર આવીને અટકી જાય. આ સ્થિતિમાં ભાજપ સરકાર બનાવી શકે છે.


૨૦૦૮માં ભાજપ માટે કર્ણાટકમાં આવી જ સ્થિતિ સર્જાઈ હતી
યેદીયુરપ્પાએ આબાદ રીતે ઓપરેશન લોટસ પાર પાડી સત્તા મેળવી હતી
વિપક્ષના છ ધારાસભ્યોને ફોડી લઈને કોંગ્રેસ અને જેડીએસના કેમ્પમાં સોપો પાડી દીધો હતો

બેંગ્લોર, તા. ૧૬
કર્ણાટકમાં હજુ પ્રવાહી સ્થિતિ પ્રવર્તતી હોઈ મુખ્યમંત્રીના દાવેદાર એવા જનતાદળ (એસ)ના કુમારસ્વામી એવો પ્રચાર કરે છે કે ભાજપ તેના અને કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૃપિયા અને અન્ય લાલચો આપીને ખરીદવાની જાળ ફેંકી રહ્યું છે. તેમણે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદીયુરપ્પાને આવા કરતૂતો કરનારા અઠંગ ખેલાડી ગણાવ્યા હતા અને ૨૦૦૮માં યેદીયુરપ્પાએ 'ઓપરેશન લોટસ' પાર પાડયું હતું તે યાદ કરાવ્યું હતું.
૨૦૦૮ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને ૧૧૦, કોંગ્રેસને ૮૦ અને જનતાદળને ૨૮ બેઠકો મળી હતી. જ્યારે છ બેઠકો અપક્ષોએ જીતી હતી. તે વખતે પણ ભાજપ તરફથી મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર યેદીયુરપ્પા હતા. બહુમતિ માટે ભાજપને ત્રણ બેઠકો ખૂટતી હતી. યેદીયુરપ્પાએ વિપક્ષોના છ ધારાસભ્યોને રાતોરાત ભાજપમાં જોડાવી દેવામાં સફળતા મેળવી હતી. જેમાંથી પાંચને મંત્રીપદ આપવામાં આવ્યું હતું તે વખતે પણ કરોડો રૃપિયા આપવામાં આવ્યાની વાતો વહેતી થયેલી. કુમારસ્વામીએ યેદીયુરપ્પા પર આરોપ મુક્યો હતો કે ૨૦૦૮ની જેમ યેદીયુરપ્પા રૃા. ૧૦૦ કરોડ ધારાસભ્ય દીઠ ઓફર કરીને અધમ ખેલ પાડી શકે તેવું ચરિત્ર ધરાવે છે.

ભગવાને મને ભૂલ સુધારવાની તક આપી : જેડીએસ નેતા
૧૨ વર્ષ પહેલા ભાજપ સાથે જોડાણ કરી મોટી ભૂલ કરી હતી : કુમારસ્વામી
તે વખતે મેં પક્ષને બચાવવા માટે જ ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતું

(પીટીઆઇ)    બેંગાલુરુ, તા. ૧૬
મેં ૧૨ વર્ષ પહેલા ભાજપ સાથે જોડાણ કરી મોટી ભૂલ કરી હતી તેમ જેડીએસ નેતા એચ ડી કુમારસ્વામીએ આજે જણાવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેગોડાના પુત્ર કુમારસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આ ભૂલ સુધારવા માટે ભગવાને ફરી એક તક આપી છે.
જનતા દળ(એસ)ના ધારાસભ્યોના નેતા તરીકે પસંદગી થયા પછી તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મેં મારા પક્ષને બચાવવા માટે જ તે સમયે ભાજપ સાથે જોડાણ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ખંડિત પરિણામ આવતા ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસે કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત કરી છે.
૧૨ વર્ષ અગાઉની પોતાની ભૂલને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે તે વખતે મેં પહેલી વખત મારા પિતાની સલાહ અવગણી હતી. ત્યારબાદ હું ક્યારેય પણ તેમની વિરુદ્ધ ગયો નથી. તે વખતે મેં કરેલી ભૂલને કારણે મારા પિતાને અનેક લોકોનું સાંભળવું પડયું હતું.

 

જવાહરલાલ નહેરુના હસ્તે શિલાન્યાસ પામેલી
કર્ણાટક વિધાનસભા વાસ્તુકલાની દ્રષ્ટિએ દેશની સૌથી સુંદર ઇમારત
આ ભવનના નિર્માણમાં ૫ાંચ હજાર કેદીએ મદદ કરી હતી ૧૯૫૬માં કામ પૂર્ણ થયું ત્યારે રૃ.૧.૮૪ કરોડનો ખર્ચ થયો હતો


મૈસૂર,તા.૧૬
કર્ણાટકની વિધાનસભા દ્વવીડિયન વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે. ૧૯૫૧માં મૈસૂર રાજય તરીકે ઓળખાતા કર્ણાટક રાજયના પ્રથમ મુખ્યમંત્રી હનુમંતૈયાએ અમેરિકાના વ્હાઇટ હાઉસ અને લંડનના બર્મિંઘમ પેલેસ જેવી વિધાનસભાની કલ્પના કરી હતી.રશિયાથી આવેલા એક સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળને હનુમંતૈયાએ બેંગ્લોર શહેરના દર્શન કરાવ્યા હતા. રશિયન પ્રતિનિધિ મંગળમાંની એક વ્યકિતએ હનુમંતયાનું પુછયું કે ભારતમાં યૂરોપિયન સ્ટાઇલની ઇમારતો વધારે છે. શું આપ વાસ્તુશિલ્પ અંગે કશું જાણો છો ?આથી હનુમંતૈયાને લાગી આવ્યું અને ભારતીય વાસ્તુકળાનો નમૂનો બને તેવી વિધાનસભા તૈયાર કરવાનું નકકી કર્યું હતું. જન પ્રતિનિધિ સભા કર્ણાટકના મહાન વારસાનું પણ પ્રતિક બને તે માટે ૧૩ જુલાઇ ૧૯૫૧ના રોજ પંડિત જવાહરલાલ નેહરુએ શિલાન્યાસ કર્યો હતો.૧૯૫૬માં કર્ણાટક વિધાનસભાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યારે ૧.૮૪ કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ વિધાનસભા ભવનના ક્રાર્યમાં જેલના ૫૦૦૦થી પણ કેદીઓની મદદ લેવામાં આવી હતી. કર્ણાટક વિધાનસભા ૬૦ એકર વિસ્તારમાં પથરાયેલી છે. ઉત્તરથી દક્ષિણ સુધી ૭૦૦ ફૂટ જયારે પૂર્વથી પશ્ચીમ ૩૫૦ ફૂટ છે. દ્વવીડિયન આર્કિટેકચરનો નમૂનો ગણાતી વિધાનસભા દેશની સુંદર ઇમારતોમાંની એક છે.

ઇમારતની વચ્ચેનો ગુંબજ ૬૦ ફૂટનો છે
આ ઉપરાંત આધુનિક વાસ્તુકળાનો પણ સમન્વય જોવા મળે છે. આ વિધાનસભાની અદ્દભૂત સ્થાપત્યનો નમૂનો ગણાતી સીડી પરથી સીધા વિધાનગૃહમાં પહોંચી શકાય છે. ૧.૩૨ લાખ સ્કવેર ફિટના કુલ ત્રણ ફલોર છે. ટોપ ફલોર ૧ લાખ વર્ગફૂટ માપનો છે. વિધાનસભાની કુલ લંબાઇ ૭૦૦ ફૂટ પહોળાઇ ૩૫૦ ફૂટ અને હાઇટ ૧૫૦ ફૂટ છે. વિધાનસભાની ઇમારતની વચ્ચેનો ગુંબજ ૬૦ ફૂટનો છે. આ ગુંબજને ૮ પીલરનો ટેકો છે. કુલ  ૬ ગુંબજ શોભા વધારે છે જેમાં ચાર ગુંબજ આગળ અને બે પાછળના ભાગમાં છે.


 

Post Comments