Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાર્જિલિંગમાં કટોકટી હતી ત્યારે સાંસદ આહલુવાલિયા કેમ ગેરહાજર હતા?

- ગોરખા જનમુક્તિ મોરચાના આગેવાનોએ ભાજપના સાંસદને સવાલ કર્યો

- ઈન્ટરનેટ સેવા બીજા દિવસે પણ બંધ : પથ્થરમારો થતો અટકાવવાના પ્રયાસો નિષ્ફળ, વિરોધ પ્રદર્શનો યથાવત્

(પીટીઆઈ)            દાર્જિલિંગ, તા. ૧૯ સોમવાર, જૂન 2017
દાર્જિલિંગમાં અલગ ગોરખાલેન્ડની માગણી શરૃ થઈ એટલે સ્થિતિ બહુ જ ગંભીર બની ગઈ છે. દરમિયાન ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ)ના સવાલ ઉઠાવ્યો હતો કે  દાર્જિલિંગમાં હિંસા ભડકી હતી ત્યારે ભાજપના સાંસદ એસએસ આહલુવાલિયા કેમ ગેરહાજર હતા?

ગોરખાલેન્ડની માગણી સાથે વિરોધ પ્રદર્શનો કરી રહેલા જીજેએમના નેતા અમર સિંહ રાયે કહ્યું હતું કે અમારા વિરોધ પ્રદર્શનના મુદ્દે ભાજપની ભૂમિકાથી અમે ખુબ નિરાશ થયા છીએ. દાર્જિલિંગની બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના નેતા એસએસ આહલુવાલિયા પોતાના મતવિસ્તારથી બહાર રહ્યા હતા. અમને કેન્દ્ર સરકાર વતી સકારાત્મક કામગીરીની અપેક્ષા હતી, પણ કેન્દ્ર સરકારે અમને નિરાશ કર્યા છે. ભાજપના સાંસદે અમારા પર અને દાર્જિલિંગ ઉપર આવેલી કટોકટી વખતે નિષ્ક્રિયતા દર્શાવી હતી.

ગોરખા જનમુક્તિ મોરચા ૨૦૦૭માં બનેલી રાજકીય પાર્ટી છે અને ભાજપના વડપણ હેઠળ બનેલા ગઠબંધન એનડીએની સાથી પાર્ટી પણ છે. જીજેએમનો આક્ષેપ છે કે એનડીએમાં સાથીપક્ષ હોવા છતાં ભાજપની સરકારે દાર્જિલિંગમાં અમારી માગણીઓ તરફ ધ્યાન આપ્યું નથી.

જીજેએમે બેઠક કરીને આંદોલન સમેટી લેવાની તૈયારી પણ બતાવી હતી. પણ એ માટે કેન્દ્ર સરકારે કોઈ જ પ્રયાસો કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. કેન્દ્ર સરકાર સાથે એ માટે બેઠક માટે તૈયાર હોવાની અને કેટલીક શરતો માન્ય રાખે તો રાજ્ય સરકાર સાથે પણ બેઠક કરવા તૈયાર હોવાનું જીજેએમના દેખાવકારોના નેતાએ કહ્યું હતું.

દરમિયાન સતત બીજા દિવસે પણ ઈન્ટરનેટ સેવા બંધ રખાઈ હતી. દાર્જિલિંગમાં ભડકેલી હિંસાને કાબુમાં લેવા માટે સરકારે પેરા મિલિટરીના જવાનોને તૈનાત કર્યા છે. જોકે, તેમ છતાં કાશ્મીરની તર્જ ઉપર દેખાવકારો સુરક્ષાતંત્રના જવાનો ઉપર પથ્થરમારો કરી રહ્યા છે એ પથ્થરમારો અટકાવવામાં સફળતા મળી ન હતી. વિરોધ પ્રદર્શનો યથાવત રહ્યા છે અને દેખાવકારો ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ સાથેના સંઘર્ષમાં એક દેખાવકર્તાનું મૃત્યુ થયું પછી તેના મૃતદેહને સાથે રાખીને ઉગ્ર દેખાવો થયા હતા.

દાર્જિલિંગમાં ફરીથી મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂતળાંનું દહન થયું
દેખાવકારોએ પોલીસને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. કાશ્મીરની જેમ કોલેજના ને શાળાના વિદ્યાર્થીઓ પણ પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. દેખાવકારોમાં યુવાનોની સંખ્યા ઉડીને આંખે વળગે એટલી મોટી માત્રામાં હતી. દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે ફરીથી ઘર્ષણ થયું હતું. દેખાવકારોએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂતળાંનું ફરીથી દહન કર્યું હતું.

સોશિયલ મીડિયાના ઉપયોગથી ઉશ્કેરણીજનક વાતાવરણ ન થાય એ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ઈન્ટરનેટ સેવા બંધ થઈ હોવા છતાં સ્થિતિ હજુ પણ સુરક્ષાતંત્રના કાબુ બહાર છે. દાર્જિલિંગમાં તંગદિલીનો માહોલ વધ્યો છે અને લોકોની ઉગ્રતા વધતી જાય છે. પથ્થરમારો ઉપરાંત લોકોએ કાચ અને પ્લાસ્ટિકની બોટલો ફેંકીને પણ સુરક્ષાતંત્રના જવાનોને નિશાન બનાવ્યા હતા.

Post Comments