Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદી સરકાર રફાલ સોદાની માહિતી વિપક્ષને આપે, અમને કોઇ વાંધો નથી : ફ્રાંસ

- રફાલ ડીલની માહિતી મુદ્દે મોદી સરકારને ફ્રાંસની લીલી ઝંડી

- ભારતની મુલાકાતે આવી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ વારાણસી, આગ્રાની મુલાકાત લેશે

- માનિતા ઉધ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા ચારગણા મોંઘા ભાવે રફાલ વિમાન ખરીદાઇ રહ્યાનો વિપક્ષનો આરોપ છે

નવી દિલ્હી, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

ભારત અને ફ્રાંસ વચ્ચેના રફાલ સોદાને લઇને ભારે વિવાદ થયો છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે અગાઉની યુપીએ સરકારે જે ભાવે રફાલ વિમાનો ફ્રાંસ પાસેથી ખરીદવાનું નક્કી કર્યું હતું તેનાથી ચારગણા વધુ ભાવ મોદી સરકાર આપીને આ વિમાનો હાલ ખરીદી રહી છે અને આમા મોટુ કૌભાંડ હોવાનો પણ દાવો કરી રહી છે.

વિપક્ષે સમગ્ર ડીલની માહિતીનો ખુલાસો કરવા મોદી સરકાર પર દબાણ વધાર્યું છે ત્યારે મોદી સરકાર દાવો કરી રહી છે કે ફ્રાંસ સાથે કરારો હોવાથી માહિતી જાહેર ન કરી શકાય. બીજી તરફ મોદી સરકારના આ દાવા વચ્ચે ફ્રાંસે કહ્યું છે કે જો સરકાર ઇચ્છે તો આ ડીલની દરેક માહિતીને વિપક્ષને આપી શકે છે અમને કોઇ જ વાંધો નથી.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત જો ફ્રાંસ સાથે રફાલ ડીલ મુદ્દે વિપક્ષની સાથે વાતચીત કરવા માગતું હોય અને તેની માહિતીને જાહેર કરવા માગતુ હોય તો અમને કોઇ જ વાંધો નથી. અમે તેનો વિરોધ નહીં કરીએ. વિપક્ષનો આરોપ છે કે આ ડીલમાં કેટલાક ભારતીય ઉધ્યોગપતિઓ પણ સામેલ હોવાથી મોદી સરકાર યુપીએ સરકાર કરતા ચારગણા વધુ ભાવે આ વિમાન ખરીદી રહી છે. આમ કરીને પોતાના માનીતા ઉધ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માગે છે. કોંગ્રેસે આને એક મોટુ કૌભાંડ પણ ગણાવ્યું છે સાથે માહિતી જાહેર કરવા કહ્યું છે.

જોકે મોદી સરકાર દાવો કરતી રહી છે કે આ એક સંરક્ષણ સોદો હોવાથી ફ્રાંસ સાથે કરાર મુજબ માહિતી જાહેર ન કરી શકાય. બીજી તરફ શુક્રવારે ભારતની મુલાકાતે આવી રહેલા ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોએ રફાલ ડીલની માહિતી વિપક્ષને આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે. મેક્રો ચાર દિવસ માટે ભારત આવી રહ્યા છે. તેઓ આગ્રા, વારણસી પણ જશે. સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાતચીત પણ કરશે.

Post Comments