Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાગેડું આર્થિક અપરાધી અંગેના વટહુકમ હેઠળ ED 15,000 કરોડની મિલકત જપ્ત કરશે

- ED નવા વટહુકમ હેઠળ એન્ટી મની લોન્ડરિંગ કોર્ટમાં અરજી કરશે

- વટહુકમ હેઠળ સૌૈથી પહેલા વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી, જતીન મહેતા વિરુદ્ધ કાર્યવાહી કરાશે

- સીબીઆઇ અને ઇડીની ચાર્જશીટ દાખલ થયા પછી નિરવ મોદી, મેહુલ ચોક્સીની સંપતિ જપ્ત કરાશે 

- ઇડીએ વિજય માલ્યાની ૯૮૯૦ કરોડ અને નિરવ મોદી-મેહુલ ચોક્સીની ૭૬૬૪ કરોડની મિલકતો ટાંચમાં લીધી છે

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.24 એપ્રિલ 2018, મંગળવાર

ભાગેડું આથિર્ક અપરાધીઓની મિલકતો જપ્ત કરવા માટેનો વટહુકમ જારી થયા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) વિજય માલ્યા અને નિરવ મોેદી સહિતના ભાગેડું અપરાધીઓની ૧૫૦૦૦ કરોડની મિલકતો જપ્ત કરવાની તૈયારી કરી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર વટહુકમ જારી થયા પછી ઇડી ઉંચા મૂલ્યના આર્થિક અપરાધોની માહિતી એેકત્ર કરી એન્ટી મની લોન્ડરિંગ કોર્ટમાં અરજી કરશે. કોર્ટમાં નવા વટહુકમ હેઠળ અપરાધીઓની મિલકતો જપ્ત કરવા માટેની પરવાનગી માંગવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌૈ પ્રથમ ભારતમાંથી ભાગીને લંડનમાં સ્થિર થયેલા વિજય માલ્યા, નિરવ મોદી અને તેમના કાકા મેહુલ ચોકસી અને વિન્સમ ડાયમંડ કંપનીના પ્રમોટર જતીન મહેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઇડીને નવા વટહુકમનો અમલ કરવા માટેની સત્તા આપવામાં આવી છે. નવા વટહુકમ હેઠળ ભાગેડું જાહેર કરાયેલા તમામ અપરાધીઓની મિલકતોે આ વટહુકમ હેઠળ જપ્ત કરવામાં  આવશે. પછી ભલે તેમની વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હશે કે નહીં.

તેમણે જણાવ્યું હતું કે નિરવ મોદી અને ચોક્સી વિરુદ્ધ સીબીઆઇ અને ઇડી ચાર્જશીટ દાખલ કરે ત્યારબાદ નવા વટહુકમ હેઠળ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ઇડીએ વિજય માલ્યાની ૯૮૯૦ કરોડ રૃપિયા અને નિરવ મોદી-મેહુલ ચોક્સીની ૭૬૬૪ કરોડ રૃપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.

Post Comments