Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજસ્થાનમાં બે ગમખ્વાર અકસ્માત ૧૯ના મૃત્યુ, ૧૮ ઘાયલ

- પહેલા અકસ્માતમાં ટ્રકની એસટી બસ સાથે જ્યારે બીજામાં ટેમ્પો સાથે ટક્કર

(પીટીઆઈ)    જયપુર, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

રાજસ્થાનમાં થયેલા બે અલગ અકસ્માતોમાં ચાર મહિલા, બે પુરૃષો સહીત ૧૯ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે ૧૮ ઘવાયા છે તે પૈકી કેટલાંકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

આ અકસ્માતો પૈકી એક અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૧ પર થયો હતો જેમાં રાજસ્થાન માર્ગ પરિવહનની બસ એક ટ્રક સાથે અથડાતા ૧૧ વ્યક્તિના મૃત્યુ અને ૧૨ ઘવાયા હતા. બસ ડ્રાઈવર અન્ય એક ટ્રકને 'ઓવર ટેક' કરી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે બસ ટકરાઈ હતી. તમામ ભોગ બનેલાઓને નજીકના ફતેપુરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં એક મહિલા સહીત ૧૧ને મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા. જ્યારે ૧૨ ઘાયલ પૈકી ત્રણની હાલત ગંભીર જણાતા તેમને જયપુર ખસેડાયા હતા. પોલીસ તેમજ અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા.

બીજી ઘટનામાં જયપુર જિલ્લામાં એક ટેમ્પો, ટ્રક સાથે ભટકાતા આઠ વ્યક્તિના મૃત્યુ અને છ ઘવાયા હતા. આ અકસ્માત રેન્વલ વિસ્તારમાં થયો હતો. ટેમ્પોના પ્રવાસીઓ એક લગ્નમાં હાજરી આપીને ચોમુ નગર તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

Post Comments