Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આતંકીઓને દારૃગોળો પુરો પાડનાર જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાનોની ધરપકડ

- આતંકીઓ અને પોલીસની નાપાક સાઠગાંઠનો પર્દાફાશ

- શાબીર એહમદ મલીક અને નઝીર એહમદ નજરે ૪૦ રાઉન્ડ ગોળીઓ સહિતનો દારૃગોળો, શસ્ત્રો આપ્યા હતાં  

(પીટીઆઇ)    શ્રીનગર તા. ૧૧ બુધવાર, ઓક્ટોબર 2017
આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદીનને દારૃગોળો પુરા પાડવા બદલ જમ્મુ-કાશ્મીરના બે કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર આતંકી જૂથ અને પોલીસ જવાનોની નાપાક સાઠગાંઠનો પર્દાફાશ થયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર કોન્સ્ટેબલ શાબીર એહમદ મલિક અને નઝીર એહમદ નજરે દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદીનને એકે ૪૭ રાયફલની ૨૦ રાઉન્ડ ગોળીઓ પૂરી પાડી હતી.
આ બંને કોન્સ્ટેબલોે ઉપરાંત આતંકી જૂથ સાથે સંકળાયેલા અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એસ પી વૈદે જણાવ્યું હતું કે આવી હરકત કોઇ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. દોષિતોન ઝડપથી કડક સજા કરવામાં આવશે.

Post Comments