Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડેરાના હેડક્વાર્ટરની આજે પોલીસ તપાસ અનેક રહસ્યો પરથી પડદો હટશે

- સૈન્યની ચાર, અર્ધ લશ્કરી દળની ૪૧ કંપની તલાશી વખતે તૈનાત રહેશે

- ડેરાએ પંજાબ-હરિયાણામાં હિંસા ભડકાવવા માટે ૫ાંચ કરોડ રૃપિયા ખર્ચ્યા હતા : સીટના અહેવાલમાં ખુલાસો

(પીટીઆઈ) સિરસા, તા. 7 સપ્ટેમ્બર, 2017, ગુરૂવાર

હાઈકોર્ટે ડેરાના હેડક્વાર્ટરની તલાશી લેવાની પરવાનગી હરિયાણા સરકારને આપી છે. તેના ભાગરૃપે શુક્રવારે હરિયાણા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડેરાના હેડક્વાર્ટરની તલાશી લેશે. એમાં અનેક રહસ્યો પરથી પડદો હટે એવી શક્યતા છે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હરિયાણા સરકારને ગુરમીત રામ રહીમના આક્ષમ ડેરા સચ્ચા સૌદાના હેડક્વાર્ટર ઉપર પોલીસ તપાસની પરવાનગી આપી દીધી છે. તેના ભાગરૃપે આવતી કાલે સર્ચ ઓપરેશન હાથ ધરાશે. એ સર્ચ ઓપરેશન હાઈકોર્ટના કમિશ્રરની નિગરાનીમાં હાથ ધરાશે. તેમાં પોલીસ કમિશ્નર ઉપરાંત આઈપીએસ આઈએએસ અધિકારીઓ પણ હશે

૮૦૦ એકરમાં ફેલાયેલા ડેરના હેડક્વાર્ટરમાં ઘૂસતી વખતે પોલીસ તંત્રની મદદ માટે સૈન્યની ૪ અને અર્ધ લશ્કરી દળની ૪૧ કંપનીઓ તૈનાત રહેશે. એટલું જ નહીં, બોમ્બ સ્કવોર્ડ અને સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેકટિક ટીમ પણ સાથે રહેશે. ડિસ્ટ્રીક્ટ કોર્ટના જસ્ટિસ એ.કે એસ પવારને હાઈકોર્ટે આ સર્ચ ઓપરેશનના કમિશ્નર તરીકે નિમ્યા છે.

આ અંગેની માહિતી આપતા હરિયાણાના ડીજીપી બી.એસ. સંધુએ જણાવ્યું હતું કે પૂરી સુરક્ષા સાથે ડેરામાં તપાસ કરવામાં આવશે. કોર્ટ કમિશ્રર આવી ચૂક્યા છે અને શુક્રવારે સર્ચ ઓપરેશન હાથ ધરાશે. આ તપાસમાં બાબાના ઘણાં નવા રહસ્યો જાણવા મળશે એવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

દરમિયાન હરિયાણા અને પંજાબમાં બાબાને સજા થઈ એ દરમિયાન થયેલી હિંસા વિશે તપાસ કરતી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનો અહેવાલ આવ્યો છે. એ અહેવાલ પ્રમાણે બાબા રામ રહીમને સજા થઈ એ દરમિયાન થયેલી હિંસા પાછળ ડેરાની જ સંડોવણી હતી. ડેરાએ જ હિંસા ભડકાવવા માટે ૫ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો હતો.

Post Comments