Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રદૂષણને અંકુશમાં લેવા દિલ્હીમાં પાંચ દિવસ માટે કારોની એકી-બેકી યોજનાનો અમલ

- હાઇકોર્ટના નિર્દેશ પછી દિલ્હી સરકારની જાહેરાત

- મહિલા ડ્રાઇવરો અને શાળાના બાળકોને લઇ જતી કારોને મુક્તિ : નિયમનો ભંગ કરનારને રૃ. ૨૦૦૦નો દંડ

બાંધકામ અને કચરો બાળવા પર એનજીટીનો પ્રતિબંધ
દિલ્હીના મુખ્યપ્રધાન સહિતના પ્રધાનોને પણ એકી-બેકી નિયમનો અમલ કરવો પડશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

દિલ્હીમાં ભયજનક સ્તરે પહોંચી ગયેલા પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્હી સરકારે સોમવારથી પાંચ દિવસ માટે કારોની એકી-બેકી યોજના શરૃ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ દિલ્હીમાં આગામી આદેશ ન મળે ત્યાં સુધી બાંધકામ પ્રવૃત્તિઓ પર અને કચરો બાળવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત ૧૦ વર્ષ જૂના ડીઝલ ટ્રકોને પણ દિલ્હીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

આ અગાઉ દિલ્હી હાઇકોર્ટે પ્રદૂષણ અંકુશમાં લેવા એકી-બેકી યોજના સહિતના તમામ જરૃરી પગલા ભરવા દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો. આ દરમિયાન કેજરીવાલે માગ કરી છે કે આ મુદ્દે વડાપ્રધાન મોદી હસ્તક્ષેપ કરી દિલ્હી, પંજાબ અને હરિયાણાના મુખ્યપ્રધાનોની બેઠક બોલાવે. આ યોજના હેઠળ સવારે આઠથી રાતના આઠ દરમિયાન એકી તારીખના દિવસે એકી નંબરવાળી અને બેકી તારીખના દિવસે બેકી નંબરવાળી જ કાર ચલાવી શકાશે. જો કે આ નિયમમાંથી મહિલાઓ અને સ્કૂલના બાળકો લઇ જતી કારોને મુક્તિ આપવામાં આવી છે.  દ્વિ ચક્રી વાહનોને પણ આ નિયમ લાગુ નહીં પડે તેમ દિલ્હીના ટ્રાન્સપોર્ટ પ્રધાન કૈલાશ ગેહલોતે જણાવ્યું છે.

ગેહલોતે જણાવ્યું હતું કે આ દિવસો દરમિયાન ઓલા અને ઉબર ટેક્સની ભાડા વધારી શકશે નહીં. આ અગાઉ ૨૦૧૬માં ૧ થી ૧૫ જાન્યુઆરી અને ૧૫ થી ૩૦ એપ્રિલ દરમિયાન પણ આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ નિયમમાંથી રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્ય ન્યાયમૂર્તિ, લોકસભા અધ્યક્ષ, કેન્દ્રીય પ્રધાનો, લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને એસપીજી સુરક્ષા મેળવતા વીવીઆઇપીઓને મુક્તિ આપવામાં આવશે.

જો કે દિલ્હીના મુખ્યપ્રધાન સહિતના પ્રધાનોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી નથી. પીળા રંગની નંબર પ્લેટ ધરાવતા કોર્મશિયલ વાહનોને પણ આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિયમનો ભંગ કરનારને ૨૦૦૦ રૃપિયનો દંડ ફટકારવામાં આવશે. સીએનજી વાહનોને પણ આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Post Comments