Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તિલકા માંઝી ઇસ ૧૭૮૫માં અંગ્રજોને લડત આપનાર પ્રથમ શહિદ હતો

- બિહારના સુલતાનગંજ પાસેના તિલકપુર ગામનો

- ૧૮૫૭ના વિપ્લવના ૭૨ વર્ષ પહેલા માંઝીએ અંગ્રેજોને પડકાર્યા હતા

અમદાવાદ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

ઇસ ૧૮૫૭ના સ્વાતંત્રસંગ્રામને અંગ્રેજ શાસન વિરુધ ભારતીયોનો પહેલો પ્રતિકાર માનવામાં આવે છે.પરંતુ વિપ્લવના ૭૨ વર્ષ પહેલા ઇસ ૧૭૮૫માં બિહારના સુલતાનગંજ પાસેના તિલકપુર ગામના તિલકા માંઝી અને તેના સાથીવીરો અંગ્રેજ શાસનની સામે પડીને શહિદ થયા હતા.આથી તિલકા માંઝીને અંગ્રેજો સામે લડત આપનારો પ્રથમ શહિદ પણ ગણવામાં આવે છે.તિલકાને જાબરા પહાડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. સ્થાનિક જમીનદારોને હાથ પર લઇને અંગ્રેજોએ કર ઉઘરાવવા તૈયાર કર્યા હતા.

આથી તિલકાએ વનેચારી નામના સ્થળે અંગ્રેજો વિરુધ વિદ્વોહ શરુ કર્યો હતો. તિલકાના નેતૃત્વમાં ભાગલપુર, સુલતાનગજથી શરુ કરીને દૂર દૂર સુધી જંગલ વિસ્તારના યુવાનો લડત માટે તૈયાર થયા હતા.બ્રિટીશરોએ વિદ્વોહ જેવી પરીસ્થિતિને થાળે પાડવા કલીવલેન્ડ નામના એક અફસરને મોકલ્યો હતો.તિલકામાંઝીએ અંગ્રેજ સૈન્યની વ્યુહરચના ગોઠવી રહેલા કલિવલેન્ડને પડકાર ફેંકયો હતો.તિલકાએ ૧૩ જાન્યુઆરી ૧૭૮૪ના રોજ તીર મારીને કલિવલેન્ડને મોતને ઘાટ ઉતાર્યો હતો.

કલીવલેન્ડની હત્યાના સમાચાર સાંભળીને અંગ્રેજ સરકારના અફસરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. તિલકામાંઝી અને તેના ક્રાંતિકારી સાથીઓને પકડવા માટે અંગ્રેજોએ જાળ બિછાવવા માંડી હતી. છેવટે તિલકા માઝીને ઇસ ૧૭૮૫માં પકડીને એક ઝાડ સાથે બાંધીને ફાંસી આપવામાં આવી હતી. ક્રાંતિકારી તિલકા માંઝીની સ્મૃતિમાં ભાગલપુરમાં સ્ટેચ્યું તૈયાર કરવામાં આવ્યું છે.

Post Comments