Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બંદૂકની ભાષા સમજનારાઓને તેમની ભાષામાં જ જવાબ આપવો પડે : યોગી

- ઉ.પ્રદેશના મુખ્ય પ્રધાને પોલીસ એન્કાઉન્ટરોને યોગ્ય ઠેરવ્યા

- દરેક વ્યકિતની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમે કટિબદ્ધ પણ સમાજનો માહોલ બગાડનારાઓને છોડીશું નહીં

ઉ.પ્રદેશમાં માર્ચ, ૨૦૧૭થી અત્યાર સુધીમાં એન્કાઉન્ટરમાં ૪૮ અપરાધીઓનાં મોત
નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસ એન્કાઉન્ટરમાં વધારો થતાં વિરોધ પક્ષોની ટીકાનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાને પોલીસની આ કાર્યવાહીનો બચાવ કર્યો છે.

યોગી આદિત્યનાથે ગોરખપુરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સુરક્ષાની ગેરંટી દરેક વ્યકિતને મળવી જોઇએ. પરંતુ જે લોકો સમાજનું વાતાવરણ બગાડવા ઇચ્છે છે, જેમને બંદૂકની અણી પર વિશ્વાસ છે તેમને બંદૂકની ભાષામાં જ જવાબ આપવો જોઇએ. હું વહીવટી તંત્રને આ વાત ખૂબ જ સ્પષ્ટપણે જણાવીશ.

માર્ચ, ૨૦૧૭થી અત્યાર સુધીમાં પોલીસ એન્કાઉન્ટમાં ૩૮ અપરાધીઓના મોત થયા બદલ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર ટીકાનો સામનો કરી રહી છે. ડીજીપી હેડકર્વાટર્સથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ૨૦ માર્ચ, ૨૦૧૭થી ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ સુધીમાં ૧૧૪૨ એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૫ દિવસમાં કરાયેલા ૬૦ એન્કાઉન્ટરમાં આઠ લોકોનાં મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે ૨૨ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર પંચે છ મહિનામાં ૧૯ એન્કાઉન્ટર કરવા બદલ રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. વિરોધ પક્ષોએ પણ સંસદ અને વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

આ મુદ્દે વિરોધ નોંધાવતા ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના ધારાસભ્યોએ અધ્યક્ષ તરફ કાગળના ડૂચા અને ફુગ્ગા ફેંક્યા હતાં. આ સંદર્ભમાં યોગીએ સમાજવાદી પાર્ટીની ટીકા કરતા જણાવ્યું હતું કે હજુ સુધી તેઓ અરાજકતાવાળી માનસિકતામાંથી બહાર આવ્યા નથી.

Post Comments