Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તાજમહેલની મુલાકાત માટે દૈનિક ૪૦૦૦૦ પ્રવાસીઓની મર્યાદા રહેશે

- સ્થાપત્યના વૈશ્વિક વારસાને ભીડથી બચાવવા પગલું

- એક પ્રવાસી ત્રણ કલાક જ સંકુલમાં રહી શકશે : તાજમહેલની ક્ષમતા ચકાસી પ્રવાસીની સંખ્યા પર અંકુશ મૂકાયો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

આગ્રાનો સુપ્રસિધ્ધ તાજમહેલ જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા અને મુલાકાતના સમય પર અંકુશ મૂકતા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ આ હેરિટેજ સાઇટમાં હવે એક દિવસમાં ૪૦૦૦૦ પ્રવાસીઓ જ આવી શકશે અને એક પ્રવાસીને ત્રણ કલાક સુધી જ સંકુલમાં રહેવાની છૂટ મળશે.

સાંસ્કૃતિક સચિવ રવિન્દ્ર સિંહે આજે આગ્રાના વહિવટી તંત્ર અને પોલીસ તેમજ અન્ય એજન્સી સાથે ઉચ્ચ કક્ષાની બેઠક કરીને નિર્ણય લીધો હતો કે તાજમહાલ જોવા માટેની ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટોનું વેચાણ એક દિવસમાં ૪૦૦૦૦નું રહેશે.

ઉલ્લેખનીય છે કે તાજમહેલ જોવા આવનારા પ્રવાસીની સંખ્યા દરરોજ વધતી જાય છે. ક્યારેક તો સંકુલમાં ૬૦થી ૭૦ હજાર પ્રવાસીઓ હોય છે. ૨૦૧૨માં નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગે તાજમહેલનો અભ્યાસ કરી તેની ક્ષમતા ચકાસી હતી. ત્યારબાદ પ્રવાસીની સંખ્યા પર અંકુશ મૂકવા વિચારાયું હતું.

Post Comments