Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'પ્રદ્યુમનની હત્યા મેં જ કરી હતી' : પિતાની હાજરીમાં જ વિદ્યાર્થીની સીબીઆઈ સમક્ષ કબૂલાત

- જુવેનાઇલ કોર્ટમાં જજ સમક્ષ પ્રદ્યુમનની હત્યા કરી હોવાનું કિશોરે કબૂલ્યું

- સીબીઆઈએ વિદ્યાર્થીને સાથે રાખીને ચાકુ ખરીદાયું હતું એ દુકાન અને દુકાનદારની પણ ઓળખ કરી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

ગુરગાંવની રયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો.૧૧ના વિદ્યાર્થીએ સીબીઆઈ સમક્ષ ગુનો કબૂલી લીધો છે. આ દરમિયાન સીબીઆઈએ તેના પિતાને પણ હાજર રાખ્યા હતા. આ વિદ્યાર્થીએ સીબીઆઈને કહ્યું હતું કે, પરીક્ષા પાછી ઠેલાય એ માટે મેં જ પ્રદ્યુમનની હત્યા કરી હતી.

આ દરમિયાન સીબીઆઈએ આરોપી વિદ્યાર્થીને જુવેનાઇલ કોર્ટમાં હાજર કર્યો હતો. અહીં પણ કિશોરે ગુનો કબૂલી લીધો હતો. સીબીઆઈ કિશોરને લઈને હત્યા સ્થળે પણ લઈ ગઈ હતી, જ્યાં તેણે કેવી રીતે હત્યા કરી એ પણ કહ્યું હતું. આ કિશોરે પ્રદ્યુમનની હત્યા કરવા ગુરુગાંવની જ એક દુકાનમાંથી ચાકુ ખરીદ્યું હતું. સીબીઆઈ આ કિશોરને સાથે રાખીને એ દુકાનની પણ ઓળખ કરી હતી.

આ કબૂલાત પછી સીબીઆઈએ જુવેનાઇલ કોર્ટમાં આરોપી વિદ્યાર્થીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સીબીઆઈએ કહ્યું હતું કે, સમગ્ર ક્રાઇમ સીનને યોગ્ય રીતે સમજવા અને પુરાવા ઊભા કરવા આરોપી વિદ્યાર્થીની હજુયે પૂછપરછ કરવી જરૃરી છે. આ કેસમાં બસ કન્ડક્ટર અશોક કુમાર સામે કોઈ જ પુરાવા નહીં હોવાનું પણ સીબીઆઈએ જણાવ્યું હતું. આ મુદ્દે ગુરુગાંવ પોલીસે ખુલાસો કરવાનું ભારે પડી ગયું છે.

સીબીઆઈ આરોપી વિદ્યાર્થીને હજુ પણ કેટલાક સ્થળે લઈ જવા માંગે છે કારણ કે, હજુ પણ કેટલાક સવાલો મુદ્દે વિદ્યાર્થી મૌન રાખી રહ્યો છે અને તપાસમાં સહકાર નથી આપતો. આ ઘટના પહેલાં અને પછી આરોપી વિદ્યાર્થીએ શું કર્યું હતું એ જાણવું જરૃરી હોવાનું સીબીઆઈએ જણાવ્યું હતું. સીબીઆઈએ કહ્યું હતું કે, સિનિયર વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા કરાઈ હોય એવા કેસમાં ઊંડી તપાસ કરવી જરૃરી બને છે.

સીબીઆઈએ વિદ્યાર્થીનું સાયકો એનાલિસિસ કરતા દાવો કર્યો હતો કે, આ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હતો. આ ઉપરાંત તેની માનસિકતા પણ નબળી હતી, જેના કારણે તેણે ઉશ્કેરાટમાં આવું આત્યંતિક પગલું ભર્યું હતું. ફક્ત પેરેન્ટ-ટીચર મીટિંગ અને પરીક્ષાઓ પાછી ઠેલવા તેણે આ દુ:સાહસ કર્યું હતું.

Post Comments