Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અયોધ્યા વિવાદ કોર્ટ બહાર ઉકેલવાનો માર્ગ મોકળો થયાની અટકળો

- રામમંદિર મુદ્દે શ્રી શ્રી રવિશંકરની મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને વક્ફ બોર્ડના નેતાઓ સાથે બેઠક

- 'મુસ્લિમો દેશ માટે ત્યાગ કરવા તૈયાર છે' એવા વક્ફ બોર્ડના સભ્ય હાજી મહેબૂબના નિવેદન પછી કેટલાક મુસ્

શ્રી શ્રી રવિશંકરે રજૂ કરેલી ફોર્મુલામાં વિવાદાસ્પદ સ્થળે રામમંદિર, પરંતુ મસ્જિદ અન્યત્ર ખસેડવા ત્રણ વિકલ્પ અપાયા
નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

અયોધ્યા રામજન્મભૂમિ વિવાદનો ઉકેલ લાવવા બેંગલુરુસ્થિત અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને વક્ફ બોર્ડના ૧૬ સભ્યો તેમજ કેટલાક વિદ્વાનોએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન રામ મંદિરનું નિર્માણ કરવા ત્રણ ફોર્મુલા રજૂ કરવામાં આવી હતી. આ ત્રણેય ફોર્મુલામાં વિવાદિત જગ્યા પર રામ મંદિર બનાવવાનું કહેવાયું છે, પરંતુ મસ્જિદ બનાવવા ત્રણ અલગ સ્થળના વિકલ્પ રજૂ કરવામાં આવ્યા છે.

જોકે, આ ફોર્મુલાને લઇને હજુ સુધી કોઇ આખરી નિર્ણય લેવાયો નથી, પરંતુ આ પ્રકારની વાતચીત પછી કોર્ટ બહાર સમાધાનની આશા બંધાઇ છે. અયોધ્યા વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટની તારીખ નક્કી થઇ ચૂકી છે. આ દરમિયાન અયોધ્યા રામ મંદિર કેસના સુન્ની વક્ફ બોર્ડના મુસ્લિમ પક્ષકાર હાજી મહેબૂબે શુક્રવારે સવારે કહ્યું હતું કે, અમે મસ્જિદ ખસેડવા તૈયાર નથી. તમે કેવી રીતે આ વાત કરી શકો.

જોકે, બાદમાં તેમણે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, દેશ માટે મુસ્લિમો ત્યાગ કરવા તૈયાર છે. માર્ચમાં ઉલેમા બેઠકમાં અયોધ્યા વિવાદ મુદ્દે અમે ચર્ચા કરીશું. આ બેઠક પછી અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળીશું. અમને આશા છે કે, ત્યાર પછી આ વિવાદનો અંત આવશે. આ નિવેદનની પ્રતિક્રિયા આપતા નિર્મોહી અખાડાના મહંત દિનેશ્વર દાસે કહ્યું હતું કે, મુસ્લિમો વાત કરવા તૈયાર છે તો અમે પણ તૈયાર છીએ. જોકે, હાજી મહેબૂબના નિવેદન પછી વિવાદ સર્જાયો હતો અને કેટલાક મુસ્લિમ સંગઠનો નારાજ થયા હતા.

બીજી તરફ, આ દરમિયાન અયોધ્યા રામજન્મ ભૂમિ વિવાદ સુલઝાવવાનો પ્રયાસ કરતા શ્રી શ્રી રવિશંકરે રવિવારે બેંગલુરુમાં એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય સૈયદ સલમાન નદવીએ કહ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિર બને તો અમને વાંધો નથી. અમે બીજા સ્થળે મસ્જિદ બનાવવા તૈયાર છીએ. ત્યાંની મસ્જિદમાં એક અરસાથી નમાજ નથી થઇ. ત્યાં કોઇ વસતી પણ નથી. અમે ઇચ્છીએ છીએ કે, મુસ્લિમોની વસતી છે ત્યાં ૬૫ કે ૭૦ વીઘા જમીન મુસલમાનોને મળે અને ત્યાં એક મસ્જિદ બનાવાય.  

શ્રી શ્રી રવિશંકરથી હિંદુ સંગઠનો નારાજ
અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર છેલ્લાં ઘણાં સમયથી અયોધ્યા વિવાદ ઉકેલવા મથામણ કરી રહ્યા છે. જોકે, આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ જેવા હિંદુ સંગઠનો બહુ ઉત્સાહજનક પ્રતિક્રિયા નથી આપતા. આ બંને સંગઠનો શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થી મુદ્દે સલામત અંતર રાખી રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં કર્ણાટકના ઉડુપીમાં આયોજિત ધર્મસંસદમાં સંઘ પ્રમુખ મોહન ભાગવ અને વિહિંપે કહ્યું હતું કે, અમને વિશ્વાસમાં લીધા વિના શ્રી શ્રી રવિશંકર દ્વારા અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ અયોગ્ય છે.

સુપ્રીમ કોર્ટમાં ૧૪મી માર્ચે ચુકાદો આવવાની સંભાવના
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફરી એકવાર અયોધ્યા વિવાદમાં નવી તારીખ આપી હતી. ગયા વર્ષે પાંચમી ડિસેમ્બરની સુનવણીમાં આઠમી ફેબુ્રઆરી તારીખ અપાઇ હતી. ત્યાર પછી આઠમી ફેબુ્રઆરીએ ૧૪મી માર્ચ તારીખ અપાઇ. એ દિવસે સુપ્રીમ કોર્ટ કોઇ મોટો ચુકાદો આપે એવી અટકળો થઇ રહી છે.નોંધનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં શ્રી શ્રી રવિશંકર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મળ્યા હતા.

રામમંદિર વિવાદ ઉકેલવા કોણે કેવી ફોર્મુલા આપી?
નવી દિલ્હી, તા.૯
શ્રી શ્રી રવિશંકર - વિવાદિત જગ્યાએ રામમંદિર બને, જ્યારે મુસ્લિમો ફૈઝાબાદ હાઇ વે પર મસ્જિદ બનાવે.
હમિદ અન્સારી અને મહંત રામદાસ - વિવાદિત સ્થળે મંદિર અને મસ્જિદ બંને બનાવો. બાદમાં બંને ધર્મસ્થળને ૧૦૦ ફૂટની દીવાલથી જુદા પાડી દેવામાં આવે.
સુબ્રમણ્યમ સ્વામી - વિવાદિત સ્થળે રામમંદિર બને. મુસ્લિમો સરયૂ નદીના બીજા કાંઠે મસ્જિદ બનાવી લે.
જસ્ટિલ પુલક બસુ - રામલ્લાને મળેલા હિસ્સા પર રામમંદિર બને. બાકીની જમીન નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડને મળે, પરંતુ મુસ્લિમો ત્યાંથી ૨૦૦ મીટર દૂર મસ્જિદ બનાવે.

Post Comments