Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દોકલામ વિવાદના કાયમી ઉકેલ માટે ભારત-ચીન આગામી મહિને બેઠક યોજે તેવી શક્યતા

- જિનપિંગ બીજી વખત પ્રમુખ બન્યા બાદ ભારત-ચીનની પ્રથમ મુલાકાત

- ૨૦મી રાઉન્ડ ટોકમાં અજીત દોવલ અને ચીનના પ્રતિનિધિ યાંગ ભાગ લેશે

ભારત-ચીન અને રશિયાની વચ્ચે પણ સંયુક્ત રીતે વાટાઘાટો યોજાશે
નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

દોકલામ વિવાદ વચ્ચે ભારત અને ચીન આગામી મહિને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતાઓ છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે બીજી વખત સત્તા સંભાળી તે બાદ પહેલી વખત આ બેઠક યોજાવા જઇ રહી છે.  ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું હતું કે ઇન્ડિયા ચાઇના સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટીવ બોર્ડર વાટાઘાટોનો ૨૦મો રાઉન્ડ આગામી મહિને શરૃ થઇ શકે છે. જોકે આ બેઠક કઇ તારીખે મળશે તે અંગે કોઇ વિગતવાર માહિતી આપવામાં આવી નથી.

જોકે સુત્રોએ જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે આ બેઠક આગામી મહિનામાં નવી દિલ્હી ખાતે મળે તેવી શક્યતાઓ છે. દોકલામ વિવાદ લગભગ ૭૩ દિવસ સુધી ચાલ્યો હતો, આ વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે બોર્ડર મુદ્દે ચર્ચાનો ૨૦મો રાઉન્ડ યોજાય તેવી શક્યતાઓ છે. આ બોર્ડર મુદ્દેની વાતચીત એનએસએ અજીત દોવલ અને ચીનના સ્ટેટ કાઉન્સિલર યાંગ જિસ્ચી વચ્ચે યોજાશે કે જેઓ વિશેષ પ્રતિનિધિ છે. આ પદ વિદેશ મંત્રી કરતા પણ થોડુ ઉંચુ ગણવામાં આવે છે. એવી શક્યતાઓ છે કે યાંગ જ આ પદ પર આગામી દિવસોમાં પણ બન્યા રહેશે.

ચીનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત અને ચીનના નેતાઓ સરહદી વિવાદો મુદ્દે યોગ્ય રીતે ચર્ચા કરશે. બન્ને દેશો સરહદી વિવાદના સમાધાન માટે કટીબદ્ધ છે. આ ઉપરાંત રશીયા, ભારત ચીન વચ્ચેની બેઠક પણ ટૂંક સમયમાં યોજાય તેવી શક્યતાઓ પણ ચીનના પ્રવક્તાએ વ્યક્ત કરી હતી.

આ બેઠક દરમિયાન જો સરહદી વિવાદોની ચર્ચા થાય તો ભારત પાકિસ્તાન અને ચીન વચ્ચેના બિઝનેસ કોરિડોરનો વિવાદ પણ ઉઠાવી શકે છે કે જે પાકિસ્તાનના કબજા વાળા અને મુળ ભારતના કાશ્મીરમાંથી પસાર થઇ રહ્યો છે. આગામી દિવસોમાં ફિલિપાઇન્સમાં ઇસ્ટ એશિયા સમીટ યોજાવા જઇ રહી છે. આ સમીટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે કોઇ વાતચીત થશે કે કેમ તેને લઇને ચીનના પ્રવક્તાએ મૌન સાધ્યું હતું અને કોઇ નિવેદન કરવાનું ટાળ્યું હતું.

Post Comments