Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તાજમહેલમાં આગ્રાના લોકો જ નમાઝ પઢી શકશે, પ્રવાસીઓ માટે બીજા સ્થળો છે: સુપ્રીમ

- પ્રવાસીઓને નમાઝની પરવાનગી આપવાની અરજી સુપ્રીમે ફગાવી

- દુનિયાની સાત અજાયબીઓમાં સમાવેશ પામેલા તાજમહેલમાં બધાને નમાઝની છૂટ ન આપી શકાય: સુપ્રીમ કોર્ટનો મહત્

(પીટીઆઈ)   નવી દિલ્હી,  તા. 09 જુલાઈ 2018, સોમવાર

તાજમહેલમાં પ્રવાસીઓને નમાઝ પઢવાની છૂટ આપવી જોઈએ તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. એ અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામે છે અને તેની જાળવણીને ધ્યાનમાં રાખીને તમામ પ્રવાસીઓને નમાઝની છૂટ આપી શકાય નહીં.

આગ્રા સ્થિત જગ વિખ્યાત તાજમહેલમાં બહારથી આવતા મુસ્લિમ બિરાદરોને નમાઝની છૂટ આપવી જોઈએ એવી અરજી સ્થાનિક નમાઝીઓએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી. એ અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તાજમહેલ જગવિખ્યાત ઈમારત છે અને દુનિયાની સાત અજાયબીઓમાં તેને સ્થાન મળે છે. આવી ઈમારતની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને બહારની નમાઝીઓને તાજમહેલમાં નમાઝ પઢવાની છૂટ આપી શકાય નહીં.

સુપ્રીમે નિર્દેશ કર્યો હતો કે બહારથી આવતા પ્રવાસીઓ શહેરમાં અન્ય કોઈ પણ સ્થળે નમાઝ અદા કરી શકે છે, પરંતુ તાજમહેલમાં આટલી મોટી સંખ્યામાં નમાઝની પરવાનગી ન આપવાનો આગ્રાના એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ (એડીએમ)નો નિર્ણય યથાયોગ્ય છે અને સુપ્રીમ કોર્ટ તેમાં દખલ નહીં કરે. સુપ્રીમે અરજદારોને એવી પણ ટકોર કરી હતી કે એડીએમના નિર્ણય સામે તેમણે પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટમાં જવું જોઈતું હતું અને તે પછી સુપ્રીમમાં અરજી કરવી જોઈતી હતી. અરજદારોએ એ અરજીનો નિકાલ સીધો સુપ્રીમમાં જ થાય એવી વિનંતી કરી હતી એટલે સુપ્રીમે તેની સુનાવણી કરવાનું યોગ્ય ગણ્યું હતું.

જોકે, આગ્રાના સ્થાનિક નમાઝીઓ તાજમહેલમાં નમાઝ પઢે છે તે પરવાનગીને સુપ્રીમે યથાવત રાખી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિક નમાઝીઓએ આગ્રાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (એડીએમ) સમક્ષ અરજી કરી હતી કે દર શુક્રવારે બપોરે ૧થી ૨ વાગ્યાની વચ્ચે જે નમાઝ અદા થાય છે તેમાં બહારના નમાઝીઓને પણ પરવાનગી આપવી જોઈએ. એ અરજીને એડીએમ દ્વારા નકારી દેવામાં આવી હતી, જેને આખરે સુપ્રીમે પણ નકારી દીધી હતી.

Post Comments