Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પંચનો લઘુતમ વધારો આગામી એપ્રિલથી મળવા સંભવ

- નેશનલ એનોમલી કમિટીની ભલામણ બાદ

- NPC લઘુતમ પગાર વધારો ૧૮૦૦૦ થી વધારી ૨૧૦૦૦ કરવા ભલામણ કરે તેવી શક્યતા

કેન્દ્રીય કર્મચારીઓને મળતા હાઉસ બિલ્ડિંગ એડવાન્સની મર્યાદા ૭.૫ લાખથી વધારી ૨૫ લાખ કરાઇ
નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ નવો લઘુતમ પગાર વધારો ૨૦૧૮ના એપ્રિલની પહેલી તારીખથી અમલમાં આવશે તેમ એક અખબારે જણાવ્યું હતું. સાતમા પગાર પંચની વિસંગતતા તપાસવા નિમાયેલી નેશનલ એનોમલી કમિટી તેનો રિપોર્ટ ડિસેમ્બરની ૧૫મીએ આપશે તેની ભલામણ મુજબ કેન્દ્રીય કમિટી તેને મંજૂરી આપશે ત્યાર બાદ ૨૦૧૮ના એપ્રિલની પહેલી તારીખથી તેનો અમલ થશે.

દરમિયાન સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મકાન બાંધવા માટે મળતી એડવાન્સની મર્યાદા વધારીને ૨૫ લાખ અથવા તો ૩૪ મહિનાના બેઝિક પગારની કરી છે. અગાઉ આ મર્યાદા ૭.૫ લાખ હતી. કર્મચારી લેવા ઇચ્છતા મકાનની કિંમતની મર્યાદા એક કરોડ કરી છે.

અગાઉ ઘણા મિડિયામાં અહેવાલો હતા કે પગાર વધારાનો અમલ જાન્યુઆરીમાં થશે. કેન્દ્રીય કર્મચારીઓના ૧૦ યુનિયને સંસદ સમક્ષ દેખાવો કરી લઘુતમ પગાર મર્યાદાની માગણી કરી હતી. યુનિયન લઘુતમ પગાર વધારો ૧૮૦૦૦ થી વધારી ૨૬૦૦૦ કરવાની માગણી કરે છે.

યુનિયનોએ સરકાર સામે તેમના ૧૨ પોઇન્ટની માગણી મુદ્દે પણ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. આ યુનિયનોમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન, ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર, આઇટૂક, ઇન્ટૂક, હિન્દુ મજદુર સભા વિગેરેનો સમાવેશ થાય છે.મિડિયા રિપોર્ટ મુજબ એનએસી લઘુતમ પગાર વધારો ૧૮૦૦૦ થી વધારી ૨૧૦૦૦ કરવા ભલામણ કરી શકે છે એટલે કેન્દ્રીય કર્મચારીઓને ૨.૫૭ ગણો વધારો મળ્યો છે તે વધીને ત્રણ ગણો વધારો થશે. યુનિયનોએ ફિટમેન્ટ ફેકટર ૩.૬૮ ગણો કરવા માગણી કરી છે.

સાતમા પગાર પંચની ભલામણો સ્વીકારાયા બાદ કર્મચારીઓને મળતા હાઉસ બિલ્ડિંગ એડવાન્સની મર્યાદા પણ વધારી છે. કર્મચારીને જીવનભર એક જ વખત એચબીએ મળે છે. દંપતીમાંના બંને કેન્દ્રીય કર્મચારી હોય તો બંનેને અલગ અલગ એચબીએ મળી શકે છે. મકાન રિપેરીંગ માટેના એડવાન્સની મર્યાદા ૧.૮૦ લાખથી વધારી ૧૦ લાખ કરાઇ હતી. હાલ બિલ્ડિંગ એડવાન્સનો વ્યાજ દર ૮.૫ ટકા રાખવામાં આવ્યો હતો.

Post Comments