Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'સ્વચ્છ ભારત'નો અમલ કરવામાં સરકારે પેયજળની સુવિધા તડકે મૂકી : રાષ્ટ્રસંઘ

- સંયુક્ત રાષ્ટ્રસંઘની ટીમે બે સપ્તાહ સુધી સ્વચ્છતાનો અભ્યાસ કર્યા પછી તારણ રજૂ કર્યું

- સરકાર ટાર્ગેટ માટે ધાક-ધમકી વાપરી રહી છે

સરકારે તુરંત સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી સંસ્થાના રિપોર્ટને પણ ઢંગધડા વગરનો હોવાનું જાહેર કરી દીધું
નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

સંયુક્ત રાષ્ટ્રસંઘના એક રિપોર્ટમાં આજે જણાવાયુ હતું કે સ્વચ્છ ભારતનો અમલ કરવામાં ભારત સરકાર ગરબડ ગોટાળા કરી રહી છે. સ્વચ્છ ભારતનો અમલ કરવા માટે સરકાર એટલુ બધુ વધારે પડતું ધ્યાન આપી રહી છે કે પીવાનું પાણી પુરું પાડવાની ફરજ પણ ભુલાવી દેવાઈ છે.

કેમ કે સરકાર કોઈ પણ ભોગે સ્વચ્છ ભારત યોજના સફળ સાબિત કરવા માગે છે. માટે સરકારી વિભાગો બીજા બધા કામો પડતાં મુકીને આ એક જ મિશન પર લાગ્યા હોવાનો દેખાડો કરે છે. તેના કારણે સ્વચ્છ ભારત મિશન સફળ નથી થતું, જ્યારે પીવાનું પાણી પુરું પાડવાની અગાઉની યોજના ખોરંભે ચડી રહી છે.

રાષ્ટ્રસંઘની ટીમ બે સપ્તાહથી ભારતમાં આવીને સ્વચ્છતા મિશનનો અભ્યાસ કરી રહી છે. બે સપ્તાહના અંતે આજે પ્રાથમિક રિપોર્ટ આપતા રાષ્ટ્રસંઘના લીઓ હેલરે જણાવ્યુ હતું કે સરકારના સ્વચ્છ ભારત મિશનમાં ઘણી ખામી છે. સરકારે પોતાની ભૂલ સ્વિકારવાને બદલે કે સુધારો કરવાની તૈયારી દાખવવાને બદલે તુરંત જ આ રિપોર્ટ ઢંગધડા વગરનો હોવાનું જાહેર કરી દીધું હતું. આખા વિશ્વમાં કામ કરતી અને જગતભરમાં પ્રતિષ્ઠા ધરાવતી સંસ્થા રાષ્ટ્રસંઘને પણ સરકારે ખોટી જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો.

હેલરે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે ખુલ્લામાં શૌચ-મુક્ત કાર્યક્રમને કારણે પાણી મેળવવાના માનવાધિકારનો ભંગ થઈ રહ્યો છે. સરકારે એ  વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે શૌચ-મુક્ત કરવા જતાં ક્યાંક પીવાનું પાણી મેળવવાનો પ્રાથમિક-મૂળભૂત અધિકાર છે તેને હાની ન પહોંચે. સરકારે મોટે ઉપાડે સંખ્યાબંધ ટોઈલેટ બાંધવાનો કાર્યક્રમ શરૃ કરી દીધો, પણ આજે એ કાર્યક્રમ દિશાવિહિન બની ચૂક્યો છે, એ વાતની પણ નોંધ રિપોર્ટમાં કરાઈ છે.

હેલરે કહ્યું હતું કે સરકારને બીજી સુવિધાઓ આપ્યા વગર કે તેની પરવા કર્યા વગર ટોઈલેટની એટલી બધી ઉતાવળ છે કે તે હવે ધાક-ધમકીનો પણ પ્રયોગ કરે છે. જેમ કે સરકારી અધિકારીઓ ઘણા ઘરોમાં ટોઈલેટ ન બને તો પાણી કે લાઈટનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપે છે. અથવા તો રાશનકાર્ડ રદ કરવાની ધમકી અપાય છે. ૩ વર્ષ પછી પણ સરકાર જો બરાબર રીતે આ યોજનાનો અમલ કરાવી ન શકતી હોય તો ફેરવિચારણા કરી વધુ સારી રીતે અમલ થાય એવો પ્રયાસ કરવો જોઈએ.

Post Comments