Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોવા નેવલબેઝમાં મિગ ૨૯ વિમાનમાં આગ રનવે પર લપસી પડયું, પાયલોટનો બચાવ

- INS હંસા નવલ બેઝમાં વિમાનને પહેલી વાર દાખલ કર્યો હતો: તપાસ શરૃ

(પીટીઆઇ)     પણજી, તા.૩ જાન્યુઆી 2018, બુધવાર

ગોવામાં હંસા નવલ બેઝમાં મિગ-૨૯ રનવે પરથી લપસી જતાં તેમાં આગ લાગી હતી, જો કે પાયલોટનો બચાવ થયો હતો. ભારતીય નૌકામાં મિગ ૨૯ કેની નવી આવૃત્તિને તાજેતરમાં જ દળમાં સામેલ કરવામાં આવ્યો હતો અને આ એક મોટી દુર્ઘટના બની છે, એમ નેવીના એક ટોચના અધિકારીએ કહ્યું હતું.'પાયલોટ સલામત છે. જ્યારે પાયલોટે ટેકઓફની શરૃઆત કરી હતી ત્યારે વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને તેમાં આગ લાગી ગઇ હતી'એમ એડમિરલ પુનિત બહેલે કહ્યું હતું.

વિમાનમાં ખરાબીના કારણે ટેકઓફ જ કર ના શક્યું, પરિણામે પાયલોટે ટેકઓફની તરફે જવાનું ચાલુ જ રાખ્યું હતું અને બીજી બાજુ એણે રનવે પણ છોડી દીધું હતું.' પાયલોટ બીજી તરફ આવી ગયો હતો અને સદનસીબે વિમાન રનવેના કિનારાથી ૧૫૦ મીટર ડાબી બાજુ ફર્યું અને રોકાઇ ગયું હતું. ત્યાર પછી પાયલોટ કેનોપીમાંથી નીકળી ગયો અને ત્યાર પછી એમાં આગ લાગી ગઇ હતી. જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો'એમ તેમણે કહ્યું હતું.

મિગને કાફલામાં સામેલ કરાયા પછી આ પ્રથમ મોટા દુર્ઘટના હતી. આ દુર્ઘટના  આજે બપોરે INS હંસા નવલ બેઝમાં રનવેના ઉત્તરી છેડે બની હતી જે નાગરિક ફલાઇટ લેન્ડીંગ માટે ડેબોલિન એરપોર્ટ છે.' આ માનવીય ભુલ હતી કે મશીનની તે કહેવું ખૂબ વહેલું ગણાશે, કારણ કે અમારે આ દુર્ઘટનાની તપાસ કરવાની બાકી છે. તપાસમાં થોડો સમય લાગશે'એમ એડમિરલ બહેલે કહ્યું હતું.

Post Comments