Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવ ઘટાડવા કેન્દ્રે રાજ્યોની ડુંગળીની આયાત કરવાની મંજૂરી આપી

- બજારમાં ડુંગળી સરળતાથી મળે અને ભાવ નિયંત્રણ હેઠળ રહે એટલા માટે છુટ આપી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

દેશમાં ડુંગળીના ભાવ આકાશને આંબતા કેન્દ્ર સરકારે  એમએમટીસી જેવી રાજ્ય સરકારની એજન્સીઓને  ઘરેલુ બજારમાં ડુંગળી મળે એ માટે રસોડાની રાણીની આયાત કરવાની છુટ આપી હતી.ગ્રાહકની બાબતોના મંત્રાલયના સચિવ અવિનાશ શ્રીવાસ્તવના નેતૃત્વ હેઠળ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ મેનેજમેન્ટ કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

'બજારમાં ડુંગળી મળે અને ભાવ પણ નિયંત્રણ હેઠળ રહે એટલા માટે બેઠકમાં સરકારી એજન્સીઓ મારફતે ડુંગળીની આયાત કરવાની મંજૂરી અપાઇ હતી'એમ શ્રીવાસ્તવે કહ્યું હતું.

ઉપરાંત સહકારી સંસ્થાઓ નાફેડ અને સ્મોલ ફાર્મર્સ અગ્રીકલ્ચર-બિઝનેસ કોન્સોર્ટિયમને પણ  જ્યાં ડુંગળીની પેદાશ થતી હોય ત્યાંથીા લઇ બજારમાં પુરવઠો પુરો પાડવા અનુક્રમે ૧૦,૦૦૦ અને ૨૦૦૦ ટન ડુંગળી ખરીદવા  કહેવામાં આવ્યું હતું.'આનાથી બજારમાં ડુંગળી સરળતાથી મળી રહેશે અને ભાવો પણ વ્યાજબી હશે'એમ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

ડુંગળી કેટલી મંગાવવી તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. એમએણટીસી ટુંક સમયમાં ટેન્ડર બહાર પાડશે.

ઇજીપ્ત અને ચીન જેવા દેશોમાંથી ડુંગળીની આયાત કરવામાં આવશે. અત્યાર સુધી ગ્રાહકોની બાબતોના મંત્રાલય ખાનગી ટેન્ડરો દ્વારા ડુંગળીની આયાત કરતી હતી જેમણે વિદેશોમાંથી ૧૧૪૦૦ ટનની ખરીદી કરી હતી.

 

Post Comments