Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સીબીઆઇએ બીજા દિવસે પણ પીએનબીના એક્ઝિકયૂટીવ ડાયરેક્ટરની પૂછપરછ કરી

- પીએનબી કૌભાંડમાં તપાસ વધુ ઘેરી બની

- ઇડી ૧૫થી ૧૭ દેશોમાં નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સંપત્તિ અને બિઝનેસની તપાસ કરશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી, 2018, રવિવાર

જવેલર્સ નિરવ મોદી અને તેમના કાકા મેહુલ ચોક્સીની સંડોવણી ધરાવતા ૧૧,૪૦૦ કરોડ રૃપિયાના પંજાબ નેશનલ બેંક(પીએનબી) કૌભાંડના સંબધમાં સીબીઆઇએ આજે સતત બીજા દિવસે બેંકના એક્ઝિકયૂટીવ ડાયરેક્ટર કે વી બ્રહ્મમાજી રાવની પૂછપરછ કરી હતી.

રાવે ૩૫ વર્ષ અગાઉ વિજયા બેંકમાં પ્રોબેશનરી અધિકારી તરીકે બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દીની શરૃઆત કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્સીએ બેંકના અન્ય અધિકારીઓની પણ પૂછપરછ કરી છે.

પીએનબીની વેબસાઇટ અનુસાર રાવ ઇન્ટીગ્રેટેડ રિસ્ક મેનેજમેન્ટ અને ક્રેડિટ(ઓપરેશન)  ડિવિઝનના ઇનચાર્જ છે. આ ઉપરાંત તેઓ ૫૦ કરોડ રૃપિયાથી વધુનું એક્ઝપોઝર ધરાવતા ખાતાઓની સમીક્ષા પણ કરતા હતાં. તેમાં સ્ટોક ઓડિટ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ(પીએમએસ)ની કામગીરી પણ સામેલ છે.

બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) ૧૫થી ૧૭ દેશોમાં નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સંપત્તિ અને બિઝનેસની તપાસ કરશે. આ માટે ઇડી મુંબઇની કોમ્પેટેન્ટ કોર્ટનો સંપર્ક સાધી લેટર્સ રોગેટોરિઝ(એલઆર) મેળવવાની પ્રક્રિયા હાથ ધરશે. આ એલઆર ૧૫થી ૧૭ દેશોમાં મોકલવામાં આવશે.

જે દેશોમાં તપાસ કરવામાં આવશે તેમાં બેલ્જિયમ, હોંગકોંગ, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, યુકે, દુબઇ, સિંગાપોર અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. એજન્સીએ પીએનબી ઉપરાંત અન્ય ૧૬ બેંકો પાસેથી નિરવ મોદી અને મેહુલ ચોકસીને અપાયેલી લોનની વિગતો માગી છે.

Post Comments