Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જવાનો સૈન્યમાં છે, રોજ મરતા રહેશે ભાજપના સાંસદનું વિવાદિત નિવેદન

- જવાનોની શહીદીનું ભાજપના નેતા નેપાલસિંહે અપમાન કર્યું

- એવો કોઇ દેશ બતાવો કે જ્યાં સૈનિકો મરતા ન હોય, ગામમાં ઝઘડા થાય તો પણ એક વ્યક્તિ તો ઘવાય જ : નેપાલસિ

હું કટ્ટર હિંદુવાદી છું, ભારત માત્ર હિંદુઓનો દેશ  ઉત્તર પ્રદેશ ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈની
મુઝફ્ફરનગર, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

ભાજપના એક સાંસદે દેશની સુરક્ષા દરમિયાન શહીદ થઇ રહેલા જવાનો અંગે વિવાદીત નિવેદન કર્યું હતું. રામપુરના ભાજપના સાંસદ નેપાલસિંહે જણાવ્યું હતું કે સૈનિકો તો રોજ મરતા રહેશે. કોઇ એવો દેશ બતાવી દો કે જ્યાં સૈનિકોના મોત ન થતા હોય. નેપાલસિંહના આ નિવેદન બાદ સોશિયલ મીડિયાથી લઇને રાજકીય સ્તરે તેમની ભારે ટીકા થઇ રહી છે.

સમગ્ર મામલે વિવાદ ભડક્યા બાદ નેપાલસિંહે માફી માગી લીધી હતી. તેઓએ પહેલા કહ્યું હતું કે યેહ તો રોજ મરેંગે આર્મી મેં, કૌન ઐસા દેશ હૈ જહા આર્મી કા આદમી ન મરતા હો ઝઘડે મેં?, ગાઓ મેં ભી ઝઘડા હોતા હૈ તો એક આદમી ઘાયલ હોતા હી હૈ, કોઇ એવા ડિવાઇસ બતાઓ જીસસે આદમી ના મરે? ઐસી ચીજ બતાઓ કી બંદુક સે છુટી ગોલી કામ ન કરે ? બાદમાં જ્યારે વિવાદ થયો ત્યારે આ સાંસદે માફી માગી પોતાનું નિવેદન પાછુ લેવુ પડયું હતું.

ભાજપના અન્ય એક નેતાએ પણ ભડકાઉ નિવેદન કર્યું હતું. ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ જણાવ્યું હતું કે હિંદુસ્તાન માત્ર હિંદુઓ માટે જ છે. આપણા દેશને હિંદુસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું જેનો અર્થ થાય છે હિંદુઓનો દેશ. હિંસાગ્રસ્ત મુઝફ્ફરનગર જેવા સંવેદનશિલ વિસ્તારમાં તેઓએ આ નિવેદન કર્યું હતું.

ધારાસભ્યએ જણાવ્યું હતું કે હુ કટ્ટકવાદી હિંદુત્વમાં માનુ છું, આપણો દેશ પણ હિંદુસ્તાન તરીકે ઓળખાતો હતો, જેનો અર્થ થાય છે હિંદુઓ માટેનું રાષ્ટ્ર, આજે દરેક લોકો કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર લાભો લઇ રહ્યા છે.

Post Comments