Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એનડીએને શિવસેના બાદ વધુ એક ફટકો, ટીડીપીએ મોદી સરકારમાંથી છેડો ફાડયો

- આંધ્ર પ્રદેશને સહાય આપવાના વચનને પુરુ કરવામાં મોદી સરકાર નિષ્ફળ

- જનતાની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ થવું જોઇએ, વિશેષ રાજ્યના દરજ્જાનું વચન અધુરુ

- લોકસભાની ચૂંટણી પૂર્વે મોદીએ દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળ્યો હતો પણ હવે પોતે જ વચનો ભૂલ્યા

- ગુરૃવારે સવારે મોદી સરકારમાંથી ટીડીપીના બે મંત્રીઓ રાજીનામુ આપી દેશે : આંધ્રને સહાય આપવાની ચાર વર્ષથી વાતો સાંભળતો આવ્યો છું, હવે બસ થયું  : ચંદ્રબાબુ


નવી દિલ્હી, તા. ૭ માર્ચ 2018, બુધવાર

અગાઉ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી લોકસભાની ચૂંટણી એકલા લડવાનું નક્કી કર્યું હતું. હવે અન્ય એક પક્ષ અને આંધ્ર પ્રદેશના સત્તાધારી ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ પણ મોદી સરકાર સામે બાયો ચડાવી છે અને પોતાના બે મંત્રીઓને મોદી સરકારમાંથી પરત બોલાવી લીધા છે. તેઓએ એક પ્રેસ કોન્ફરંસ કરીને આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આંધ્રને સહાય કરવામાં મોદી સરકાર પણ નિષ્ફળ રહી છે અમારા મોદી સરકારમાં જે બે મંત્રીઓ છે તેઓ ગુરુવારે રાજીનામુ આપશે. આ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ વિધાનસભામાં ત્રણ કલાક પોતાનું ભાષણ આપીને મોદી સરકારને આડેહાથ લીધી હતી.

તેઓએ જણાવ્યું હતું કે મોદીજી જ્યારે વિપક્ષમાં હતા ત્યારે કોંગ્રેસને આંધ્ર પ્રદેશ મુદ્દે ઘેરી હતી અને હવે જ્યારે તેઓ સત્તામાં છે ત્યારે આપેલા વચનો પુરા નથી થઇ રહ્યા. ચંદ્રબાબુ નાયડુએ ચેતણી આપી હતી કે મે ચાર વર્ષ સુધી આંધ્ર પ્રદેશને ન મળેલા વળત મુદ્દે મૌન રાખ્યું પણ હવે ચુપ નહીં બેસુ.

લોકસભાની ચૂંટણી પૂર્વે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ કેન્દ્રની તે સમયની કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે તેલંગણાને આંધ્ર પ્રદેશમાંથી અલગ કરીને ખોટુ કર્યું છે. તેલંગણા(પુત્ર)ને જન્મ આપી માતા(આંધ્ર પ્રદેશ)ની હત્યા કરી છે કેમ કે આંધ્ર પ્રદેશને જોઇએ તેટલી સહાય કેન્દ્ર સરકારે નથી કરી. ચંદ્રબાબુ નાયડુએ પોતાના ભાષણમાં હવે મોદીના આ જ શબ્દોને ફરી વાગોળ્યા હતા અને મોદીને યાદ અપાવ્યું હતું કે હવે તો સત્તામાં તમે છો હવે તો આંધ્ર પ્રદેશને સહાય આપો. નાયડુએ જણાવ્યું હતું કે આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપી સહાય કરવાનું વચન અમને અપાયું હતું જે મોદી સરકારે ચાર વર્ષ છતા પુરુ નથી કર્યું.  ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે મોદી સરકારની એ જવાબદારી બને છે કે તેલંગણાને અલગ રાજ્ય બનાવ્યા બાદ આંધ્ર પ્રદેશને જે આર્થિક નુકસાન થયું છે તેની વળતર પેટે ભરપાઇ કરવામાં આવે. સાથે તેઓએ જણાવ્યું હતું કે લોકોની ભાવનાઓ સાથે આ રીતે ખીલવાડ કરવો યોગ્ય નથી. મોદી સરકારે પોતાના વચનો પુરા કરવા જ પડશે અને જ્યાં સુધી આ વચનો અને વળતરની અમારી માગણી પુરી નહીં થાય ત્યાં સુધી હું ચુપ નહીં બેસુ. ચંદ્રબાબુ નાયડુએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેઓ હવે એનડીએની સાથે વધુ સમય સુધી નહીં રહે. આ પહેલા શિવસેનાએ પણ લોકસભાની ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી.

અમે વચનો નથી ભુલ્યા, આંધ્રને અન્યાય નહીં થવા દઇએ : જેટલી
ચંદ્રબાબુ નાયડુના પક્ષ ટીડીપી અને ભાજપનું ગઠબંધન રહ્યું છે, એનડીએમાં સામેલ આ પક્ષના વડાએ અગાઉ પણ ગઠબંધન તોડવાની આડકતરી રીતે ચીમકી આપી હતી, અને હવે વિધાનસભામા આક્રામક વલણ દાખલતા નાણા મંત્રાલયે ખાતરી આપી છે કે અમે આંધ્ર પ્રદેશને મળનારુ પંડ આપવા માટે કટીબદ્ધ છીએ. નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે હું એ વાત સાથે સહમત છું કે આંધ્ર પ્રદેશમાંથી તેલંગણા અલગ પડતા આંધ્રએ નાણાકીય રીતે વધુ ભોગવવું પડયું હતું અને આ અને આ નુકસાનની ભરપાઇ કરવા માટે અમે કટીબદ્ધ છીએ. જોકે ચાર વર્ષ વીતી ગયા હોવાથી હવે ચંદ્રબાબુ નાયડુ આવા વચનોને વધુ સહન કરવાના મૂડમાં નથી.

Post Comments