Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરુષી-હેમરાજ હત્યા કેસમાં તલવાર દંપતી નિર્દોષ

- અલ્લાહાબાદ હાઇકોર્ટે તલવાર દંપતીને સીબીઆઇએ ફટકારેલી જન્મટીપની સજા રદ કરી

- માત્ર શંકાના આધારે કોઇને હત્યારા ન ઠેરવી શકાય, સીબીઆઇ હત્યા પુરવાર કરવામાં નિષ્ફળ રહી : હાઇકોર્ટનુ

૨૦૦૮માં આરુષીની હત્યા થઇ, ૨૦૧૩માં સીબીઆઇ કોર્ટે સજા ફટકારતા જેલમાં કેદ તલવાર દંપતીને તાત્કાલિક છોડી મુકવા આદેશ
રાજેશ અને નુપુર નિર્દોષ તો હત્યારા કોણ ? નવ વર્ષ બાદ પણ હત્યાનું રહસ્ય અકબંધ

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

અલ્લાહાબાદ હાઇકોર્ટે નવ વર્ષ જુના આરુષ-હેમરાજ હત્યા કેસમાં આરોપી તલવાર દંપત્તીને નિર્દોષ જાહેર કર્યા હતા, નોઇડાના આ દંપત્તિ રાજેશ અને નુપુર તલવાર પર પોતાની પુત્રી આરુષી અને નોકર હેમરાજની હત્યાનો આરોપ હતો. અને તેમને સીબીઆઇની કોર્ટે દોષીત જાહેર કરી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જોકે આ દંપત્તિ પહેલાથી જ પોતાને નિર્દોષ ગણાવતુ આવ્યું છે અને સીબીઆઇ કોર્ટના ચુકાદા હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે આ દંપતિ વિરૃદ્ધ યોગ્ય પુરાવા ન હોવાથી તેમને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો આદેશ કર્યો હતો.

હાઇકોર્ટના આદેશ બાદ સીબીઆઇએ જણાવ્યું હતું કે અમે આ સમગ્ર મામલેે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનો અભ્યાસ કરીશું જે બાદ આગળના પગલા અંગે વિચારીશું. સીબીઆઇ આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં પણ જઇ શકે છે. ગાઝિયાબાદની જેલમાં કેદ આ તલવાર દંપત્તિ વિશે માહિતી આપતા જેલર દાધીરામ મૌર્યએ જણાવ્યું હતું કે દલવાર દંપત્તિ કોર્ટના ચુકાદાથી બહુ ખુશ છે, તેમની આંખોમાં ખુશીના આંસુ હતા અને સવારથી તેઓ પ્રાર્થના કરી રહ્યા છે.

નુપુર અને રાજેશ તસવાર બન્ને પતિ પત્નિ છે અને નોઇડામાં ડેન્ટિસ્ટ તરીકે કામ કરતા હતા, મે, ૨૦૦૮માં નોઇડા સ્થિત જલવાયુ વિહાર વિસ્તારમાં આ તલવાર દંપત્તિના ઘરમાંથી તેમની ૧૪ વર્ષની પુત્રી આરુષીનો મૃતદેહ મળી આવ્યો હતો. પહેલા એવી શંકા હતી કે આ ઘરના નોકર હેમરાજે આરુષીની હત્યા કરી હોઇ શકે છે. જોકે આરુષીનો મૃતદેહ મળ્યો તેના બે દિવસ બાદ ઘરની છત પરથી હેમરાજનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. ઉત્તર પ્રદેશની તત્કાલીન મુખ્ય પ્રધાન માયાવતીએ સમગ્ર મામલાની તપાસ સીબીઆઇને સોપી હતી.

સીબીઆઇએ એવો દાવો કર્યો હતો કે આરુષીને તેના પિતા રાજેશ તલવારે ઘરના નોકર હેેમરાજ સાથે શારીરિક સંબંધો બાંધતી જોઇ લીધી હતી. તેથી પોતાની પત્નિની મદદથી રાજેશ તલવારે પોતાના નોકર હેમરાજની હત્યા કરી હતી, બાદમાં આરુષીની પણ હત્યા કરી હતી. જોકે સીબીઆઇએ પોતાની જ તપાસ રિપોર્ટ ફેરવી નાખી અને દાવો કર્યો કે પહેલા હેમરાજ નહીં પણ આરુષીની હત્યા થઇ અને બાદમાં હેમરાજને મારવામાં આવ્યો. આ સમગ્ર મામલે સીબીઆઇ કોર્ટે સીબીઆઇની રિપોર્ટ યોગ્ય ઠેરવી અને દંપત્તિને ૨૬મી નવેમ્બર, ૨૦૧૩ના રોજ આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

સીબીઆઇ કોર્ટની સજાને બાદમાં તલવાર દંપત્તિને હાઇકોર્ટમાં પડકારી હતી. જ્યાં તેમની જીત થઇ અને તેમને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો હતો. સીબીઆઇની નબળી તપાસને કારણે પુરાવા ન મળતા હાઇકોર્ટે આ દંપત્તિને નિર્દોષ છોડયા હતા.

આરુષી કેસ રહસ્યમય જ રહેશે ?
દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રીમા સામેલ આરુષી-હેમરાજ હત્યા કેસમાં હવે એક સવાલ ફરી ત્યાંનો ત્યાંજ આવીને અટક્યો છે કે જો માતા પિતાએ આરુષીની હત્યા ન કરી હોય તો કોણે કરી ? આ સમગ્ર મામલે હવે દેશની તપાસ એજન્સી સીબીઆઇ અને પોલીસ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવી શક્યતાઓ છે કે અગાઉના રહશ્યમય કેસોની જેમ આરુષીની હત્યા અંગેનું રાજ પણ હવે રાજ જ રહેશે.

પોલીસ-સીબીઆઇની તપાસ શંકાસ્પદ :  ઓમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આરુષી-હેમરાજ હત્યા કેસમાં હાઇકોર્ટના ચુકાદા બાદ પોલીસ અને સીબીઆઇની તપાસ અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ ટ્વિટર વડે કહ્યું હતું કે પોલીસ અને એજન્સીઓએ નવ વર્ષ સુધી એ પુરવાર ન કરી શકી કે ખરેખર આરુષીના હત્યારા કોણ છે, અત્યાર સુધી આ સમગ્ર તપાસ જાણે કુતરાનો બ્રેકફાસ્ટ બનાવ્યો હોય તેમ ચલાવી. અંતે પરિણામ કઇ જ ન આવ્યું. મારા ખ્યાલથી આરુષી હત્યા પરથી હવે રહશ્યનો પડદો ક્યારેય નહીં હટે.

આરુષી-હેમરાજ કેસમાં અત્યાર સુધી શું થયું ?

૧૬ મે, ૨૦૦૮ : ૧૪ વર્ષની આરુષી તલવારનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો, નોકર હેમરાજ પર હત્યાની શંકા ગઇ
૧૭ મે, ૨૦૦૮ : નોકર હેમરાજનો મૃતદેહ આરુષીના ઘરની છત પરથી મળ્યો, માટે શંકા હવે આરુષીના માતા પિતા પર ગઇ
૧૯ મે, ૨૦૦૮ : તલવારના પૂર્વ નોકર વિષ્ણુ શર્માની પણ પૂછપરછ થઇ, જોકે કોઇ પુરાવા ન મળ્યા
૨૩ મે, ૨૦૦૮ : આરુષીના પિતા રાજેશ તલવારની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી પણ કોઇ પુરાવા ન મળ્યા
૧ જૂન, ૨૦૦૮ : સીબીઆઇએ સમગ્ર કેસ પોલાસ પાસેથી લઇને પોતાના હાથમાં લીધો, એક નોકર ક્રિષ્નાની ધરપકડ કરાઇ
૧૨ જૂલાઇ ૨૦૦૮ : રાજેશ તલવારને કોર્ટે જામીન આપ્યા, સીબીઆઇએ કેસને બ્લાઇન્ડ જાહેર કર્યો
૨૯ ડિસેમ્બર, ૨૦૦૮ : સીબીઆઇએ ક્લોઝર રિપોર્ટ સોપ્યો, નોકરોને ક્લીનચીટ આપી જ્યારે તલવાર દંપત્તિ પર તલવાર લટકતી રાખી
૯ ફેબુ્રઆરી, ૨૦૧૧ : કોર્ટે સીબીઆઇને આરુષી અને હેમરાજની હત્યા તેમજ પુરાવા મીટાવવાના આરોપો હેઠળ તપાસ ચાલુ રાખવા કહ્યું
નવેમ્બર, ૨૦૧૩ : રાજેશ અને તેની પત્ની નુપુર તલવારને ડબલ હત્યા કેસમાં દોષીત જાહેર કરાયા, અને આજીવન કારાવાસની સજા ફટકારી
૭ સપ્ટેમ્બર, ૨૦૧૭ : તલવાર દંપત્તિએ હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો તેનો ચુકાદો અનામત રાખ્યો
૧૨ ઓક્ટોબર, ૨૦૧૭ : અલ્લાહાબાદ હાઇકોર્ટે આરુષીના માતા પિતાને નિર્દોશ જાહેર કર્યા.

હત્યા અંગે જુદી જુદી થિયરી
-નોકર દ્વારા હત્યા ? : પહેલા પોલીસને એવી શંકા હતી કે આરુષીની હત્યા નોકર ગેમરાજે કરી હશે. જોકે બાદમાં હેમરાજનો પણ મૃતદેહ ઘરની છત પરથી મળી આવ્યો હતો.
છતા સીબીઆઇએ જણાવ્યું હતું કે નોકરે બીજા સાથીઓ સાથે મળી હત્યા કરી, જોકે આ અંગે કોઇ પુરાવા ન મળ્યા.
-રાજ છુપાવવા હત્યા ? પોલીસે એવો દાવો કર્યો હતો કે રાજેશ તલવારના સંબંધો પરિવારમાં કોઇ બીજી મહિલા સાથે હતા જેની જાણ આરુષીને થઇ ગઇ, આ અંગે રાજેશને જાણકારી મળી હતી. પોતાના રાજ છુપાવવા રાજેશે આરુષીની હત્યા કરી.
-ઓનર કિલિંગ ? : પોલીસને બાદમાં શંકા દલવાર દંપત્તિ પર ગઇ, જોકે કોઇ પોતાની પુત્રીની હત્યા કેમ કરે તે સવાલ સામે આવ્યોે, તો પોલીસે પહેલા એમ જણાવ્યું કે આરુષી અને હેમરાજને કઢંગી હાલતમાં જોયા તેથી રાજેશે તેની હત્યા કરી. આમ પોતાના રાજ છુપાવવા ઉપરાંત ઓનર કિલિંગ હત્યાનું મુખ્ય કારણ જણાયું.

Post Comments