Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તાજ મહેલને સંરક્ષણ આપો અથવા બંધ કરો કે ધ્વંસ કરો: સુપ્રીમ કોર્ટ

- સુપ્રીમ કોર્ટે લગાવી કેન્દ્ર સરકારને ફટકાર

નવી દિલ્હી, તા. 11 જુલાઇ 2018, બુધવાર

સુપ્રીમ કોર્ટે તાજ મહેલને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, તાજને સંરક્ષણ આપો અથવા બંધ કરો કે ધ્વંસ કરી દો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એફિલ ટાવરને જોવા 80 મિલિયન લોકો આવે છે, જ્યારે તાજ મહેલને જોવા મિલિયન.

કોર્ટે કહ્યું તમે તાજ મહેલને લઇને ગંભીર નથી અને ના તો તમને તેની પરવા છે. આપણો તાજ વધારે સુંદર છે અને તમે પ્રવાસીઓને લઇને ગંભીર નથી. આ દેશનું નુંકસાન છે, તાજ મહેલને લઇને ઘોર ઉદાસીનતા છે.

સુપ્રીમે કહ્યું કે, જો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો વિદેશી હૂંડિયામણની મુશ્કેલી દુર થઇ શકી હોત. સુપ્રીમે ફરી સવાલ ઉભો કર્યો કે, TTZ (તાજ ટ્રેપેજિયમ ઝોન) એરિયામાં ઉદ્યોગ લગાવવા માટે લોકો અરજી કરી રહ્યાં છે અને તેમની અરજીઓ પર વિચાર થઇ રહ્યાં છે. આ આદેશોનું ઉલ્લંઘન છે.

સુપ્રીમે પોતાના આદેશમાં કહ્યું કે TTZએ કેટલાક નવી ફેક્ટરીઓની અરજી પર વિચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે TTZના ચેરમેનને નોટીસ મોકલી છે. TTZના પ્રમુખને સુપ્રીમ કોર્ટેમાં હાજર કર્યા. જ્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, MOEFએ એક કમિટિનું ગઠન કર્યું છે, જે તે બાબત જોશે કે તાજ મહેલ કેટલો અને ક્યા કારણોથી પ્રદુષિત થયો છે.

કેન્દ્રએ તેમ પણ  કહ્યું છે કે, તાજ મહેલ આસપાસના વિસ્તારોમાં પ્રદુષણને લઇને અવલોકન કરશે. કમિટિનો રિપોર્ટ 4 મહિનાની અંદર આવી જશે જે બાદ તે નક્કી કરવામાં આવશે કે શું કોઇ વિદેશી એક્સપર્ટને કમિટિમાં સામેલ કરવાની જરૂર છે કે નહી.

Post Comments